પોતાના વિશિષ્ટ અંદાજમાં રામકથાનું રસપાન કરાવનાર અને દેશ- વિદેશના લાખો લોકોને જીવનદર્શનનો સાચો રસ્તો બતાવનાર સંત શ્રી મોરારી બાપુની આજે 75મી જન્મજયંતિ છે. ટીવી ચેનલોમાં અનેક સંતો-મહાત્માઓ પ્રવચન આપે છે. જેમાં બાપુ પણ સામેલ છે. પરંતુ જે લોકો એમનાથી જોડાયેલા છે. તેઓ બાપુની કથાની જાણ થતા જ ચેનલ બદલતા નથી, જ્યાં કથા હોય છે ત્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હોય છે. મોરારી બાપુ તેમના જીવનમાં 800થી વધુ કથા કરી ચુક્યા છે.
બાપુની જીવન કથા

25 સપ્ટેમ્બર, 1946ના દિવસે મહુવા નજીક તલગારજા(સૌરાષ્ટ્ર)માં વૈષ્ણવ પરિવારમાં મોરરી બાપુનો જન્મ થયો. તેઓને 6 ભાઈ અને બે બહેન છે. તેમના દાદાજી ત્રિભુવનદાસને રામાયણ પ્રતિ અસીમ પ્રેમ હતો. તલગારજાથી મહુવા પગપાળા અભ્યાસ માટે જતા હતા. 5 કિલોમીટના રસ્તામાં તેમને દાદાજી દ્વારા જણાવવામાં આવેલ રામાયણની 5 ચોપાહી પ્રતિદિન યાદ કરવી પડતી હતી. જેના દ્વારા ધીરે-ધીરે તેમને સમુચી રામાયણ કંઠસ્થ થઇ ગઈ.
- વિદ્યાર્થી ઉંમરમાં તેમનું ધ્યાન અભ્યાસ કરતા રામકથામાં વધુ હતું. ત્યાર પછી તેઓ મહુવાની પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા. પછી તેઓએ અધ્યાપન છોડી દીધું કારણ કે તેઓ રામકથામાં એટલા ખોવાય ગયા હતા કે તેઓને સમય જ ન હતો મળતો
- પહેલા તેઓ પરિવાર માટે કથામાંથી મળતું દાન લઇ લેતા હતા પછી 1977માં તેઓએ એલાન કર્યું કે તેઓ કોઈ દાન નહિ સ્વીકારશે

- કથાના સમયે બાપુ માત્ર એક સમયનું જ ભોજન લે છે. તેમને શેરડીનો રસ અને બાજરાની રોટલી ખુબ પસંદ છે. તેઓની ઈચ્છા રહી છે કે કથા દરમિયાન તેઓ એક સમયનું ભોજન કોઈ દલિતને ત્યાં કરે અને તેમને ઘણી વખત એવું કર્યું પણ છે.
- સૌરાષ્ટ્રના એક ગામમાં બાપુએ હરિયાજનો અને મુસલમાનોને મહેમાન બનાવી રામકથા કરી હતી. તેઓ કહેવા માંગતા હતા કે રામકથાના હકદાર બધા જ છે
- ટ્રાંસજેન્ડર્સ માટે કથા : બાપુએ ડિસેમ્બર, 2016માં મુંબઇમાં ટ્રાંઝેન્ડર્સ માટે રામ કથા કરી હતી. જે માટે ભારતીય એલજીબીટી કાર્યકર્તા લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું હતું, વિશ્વના કોઈ આધ્યાત્મિક અથવા ધાર્મિક નેતાએ અમારા માટે આ પ્રકારની સમુદાયિક કાર્ય ક્યારેય કર્યુ નથી અને તેના માટે હું આભારી છું.
- અયોધ્યા રામ મંદિર : મોરારી બાપુએ અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર નિર્માણને ટેકો આપ્યો હતો. 1992માં, તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી અને યુવાનોને રામ મંદિર માટે ‘લડવાની’ અને ‘શહીદ’ થવાની અપીલ કરી હતી. એક ટીવી શો, આપ કી અદાલતમાં તેમણે ભારતની સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી તેમાં જ તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની દેશભક્તિ પર કોઈ સવાલ કરી શકે નહીં .
- બાપુએ વિવિધ સામાજિક કર્યો માટે કથા કરી છે. તેઓ 2005માં બારડોલીમાં જાહેર શૌચાલયો બનાવવા માટે કથા કરી હતી.

કોઈ પણ ધાર્મિક અને રાજનૈતિક વિવાદોથી દૂર મોરારી બાપુને અંબાણી પરિવારમાં ખાસ સન્માન આપવામાં આવે છે. ધીરુભાઈ અંબાણીએ પોતે જયારે જામનગર પાસે રિલાયન્સની ફેક્ટરી લગાવી હતી તેના શુભારંભમાં મોરારી બાપુએ કથાનો પાથ કર્યો હતો. ત્યારે તેમને ધીરુભાઈને પૂછ્યું હતું કે અહીં કામ કરવા આવશે તો તેમના ભોજનનું શું થશે ? બાપુની ઈચ્છા હતી કે અંબાણી પરિવાર પોતાના કર્મચારીઓને એક સમયનું ભોજન આપે અને ત્યારથી જ રિલાયન્સમાં એક સમયના ભોજનની શરૂઆત થઇ જે પરંપરા હજુ સુધી કાયમ છે.
- મોરારી બાપુની કથામાં શેરો-શાયરી ભરપૂર હોય છે. જેથી એમની વાતો લોકો સરતાથી સમજી શકે. તેઓ કોઈ પણ પોતાના વિચારો થોપતા નથી અને ધરતી પર મનુષ્યતા કાયમ રહે તેનો પ્રયાસ કરે છે.
- મોરારી બાપુની ઈચ્છા હતી કે તેઓ પાકિસ્તાન જઈ રામકથાનો પાઠ કરે પરંતુ વિઝા અને સુરક્ષાના કારણે શક્ય ન બન્યું.
આ પણ વાંચો : SP બાલાસુબ્રમણ્યમનું 74 વર્ષે નિધન, અનેક સુપરસ્ટારોએ તેમનો અવાજ ખોયો
મોરારી બાપુના સુવિચારો

- બને એટલું સત્ય બોલો. સત્યનું નિર્વહન કરો. સત્ય એકવચન છે. પ્રેમ પરસ્પર થાય એટલે દ્વિવચન છે. કરુણા બધા માટે હોય એટલે બહુવચન છે
- તમારા તપની સાર્વજનિક ઘોષણા ન કરો. બધા લોકો રૂપિયા છુપાવે છે અને ભજન જાહેર કરે છે. ‘કિસી કો પતા ના ચલે બાત કા, કિ હૈ આજ વાદા મુલાકાત કા.
- મનોરથ હશે અને માલિકની મરજી હશે તો મુંબઈમાં પાછો કથા માટે આવીશ. હું મારી નિંદા, આલોચના માટે તૈયાર છું.
- સત્યનારાયણની કથા સાંભળીને શ્રાવક પ્રસાદ માગે છે, પ્રતિમા નથી માગતો. આપણને કૃષ્ણ નહીં, કૃષ્ણકૃપા જોઈએ છે
- સત્યનો ઉચ્ચાર સરળ છે, પણ અન્યના સત્યનો સ્વીકાર કરવો મુશ્કેલ છે.
- સત્યના પંથે ચાલવું, પ્રેમના માર્ગે ચાલવું, કરુણાના રસ્તે ચાલવું એ ઉપવાસ છે
- ગોપીગીત મારો વિશ્વાસ છે, મારો વિષય નથી. હું ભાગવતનો છાત્ર પણ નથી, માત્ર શ્રોતા છું
આ પણ વાંચો : બિહાર ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, કોરોના કાળમાં આ રીતે યોજાશે ચૂંટણી
