દેશના કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હાલમાં રાજ્ય સભામાં મોટર વેહિકલ (સુધારા) નું બિલ 2019 માં રજૂ કર્યું હતું. આ બિલ 23 જુલાઈએ લોકસભામાં પાસ થયું હતું. હાલમાં આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું છે. આ બિલનો મુખ્ય હેતુ રોડ પર શિસ્ત લાવવી છે. બિલમાં કડક દંડનો સમાવેશ કરવામાં આવ્યો છે. બિલની જોગવાઈ અનુસાર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પરનો દંડ વધારવામાં આવ્યો છે.
વર્તમાન કાયદા અનુસાર હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પર 25,000 રૂપિયાનું વળતર મળે છે. આ વળતરને સરકારદ્વારા વધારીને રૂ. 2 લાખ કરવામાં આવ્યું છે. પહેલા જો વ્યક્તિ હિટ એન્ડ રન કેસમાં ઘાયલ હશે. તો તેને રૂ. 12,500 વળતર હતું. જે હાલમાં વધાવીને 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. સરકારી ડેટા પ્રમાણે ભારતમાં દર વર્ષે અકસ્માતમાં અંદાજે 1.5 લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે અને સરેરાશ 1.5 લાખ રોડ અકસ્માત નોંધાય છે.
નવી જોગવાઇ અનુસાર સીટ બેલ્ટ ન બાંધવા બદલ 100 રૂપિયાને બદલે 1000 રૂપિયાનો દંડ થશે. ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવા બદલ હાલ 100 રૂપિયાનો દંડ થાય છે, પણ તે નવો કાયદો લાગુ થયા બાદ રૂ. 1000 થશે.
ટ્રાફિક પોલસીના આદેશનો અનાદર કરવા બદલ મિનિમમ રૂ. 2000ની પેનલ્ટી લાગશે જે હાલ રૂ. 500 છે. એવી જ રીતે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 100ના દંડને બદલે હવે રૂ. 500 વસૂલ કરાશે.
સગીર વયની વ્યક્તિઓ જો વાહન હંકારતી પકડાશે તો એમના વાલી કે વાહન માલિકને પણ ગુનેગાર ગણવામાં આવશે અને તે વાહનનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.