ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ગુરૂવાર, તા. 30 જુલાઇ, 2020ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઝુમ પર મળેલી મેનેજિંગ કમિટીની 11મી મિટીંગમાં સંસ્થાના વર્તમાન પ્રમુખ શ્રી કેતન દેસાઇએ એક મહિનાની રજા પર હોવાથી ચેમ્બરના ઉપપ્રમુખ તેમજ જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાત રિજીયનના વર્તમાન ચેરમેન શ્રી દિનેશ નાવડિયાની કાર્યવાહક પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી દિનેશ નાવડિયાએ સભ્યોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ધંધા અને ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે તે માટે સઘન પગલા લેવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગુજરાત સરકાર, અન્ય સક્ષમ સંસ્થાઓ અને કેન્દ્ર સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નો પરત્વે વિસ્તૃત રજૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચો : રાજ્યમાં UNLOCK 3.0 ની ગાઇડલાઇન થઇ જાહેર, આ બાબતે મળશે વિશેષ છૂટછાટ
શ્રી દિનેશ નાવડિયાએ વર્તમાન પ્રમુખ શ્રી કેતન દેસાઇ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી તેમજ ચેમ્બરના તમામ સભ્યોને ધંધા અને ઉદ્યોગના પ્રશ્નો તેમજ સમસ્યાઓ સંદર્ભે જે રજૂઆત કરવી હશે તેના માટે ખુલ્લા દિલે ચર્ચામાં જોડાવવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતું.
