ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ ગુરુવારે ટ્વીટ માં સરકારની ઝીરો પાવર કાપ ની પોલ ખોલી કાઢી હતી ટ્વીટમાં સાક્ષીએ લખ્યું હતું કે રાંચીમાં લોકો પ્રત્યેક દિવસ પાવર કાપનો અનુભવ કરી રહ્યા છે દિવસમાં સાત થી આઠ કલાક પાવર કાપ મુકવામાં આવે છે.
સાક્ષીએ સાંજે 4: 37 કલાકે કરેલ ટ્વીટમાં પાંચ કલાકથી પાવર ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું હતું કે પાવર કાપનું કોઈ કારણ નથી. વાતાવરણ સારું છે અને એ કોઈ તેહવાર પણ નથી. એમણે આ સમસ્યા ની જાણ ઉચ્ચ અધિકારીઓ સુધી થાય એવી ઈચ્છા દાખવી હતી.
સરકાર તરફથી વર્ષ 2016 માં જણાવ્યું હતું કે 2019થી પ્રત્યેક વિસ્તારમાં 24 કલાક વીજળી આપવામાં આવશે. જ્યાં અન્ય વિસ્તારની તો વાત જ નથી અહીં તો રાજધાની રાંચીમાં જ પાવર કાપને લઇ લોકો પરેશાન થઇ રહ્યા છે.
2019 માં સરકારે 24 કલાક વીજળી આપવાનો દાવો કર્યો હતો, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે બેહાલ વીજળી વ્યવસ્થા સત્તા પક્ષ માટે મુશ્કેલી ઉભી કરતી દેખાઈ રહી છે