સુપ્રીમ કોર્ટ(Supreme court)ના નિર્ણય પછી હવે CBI સુશાંત સિંહ રાજપુત ડેથ કેસ(Sushant singh rajput death case)ની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસ(Mumbai police)થી હેન્ડઓવર(handover)ની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. સીબીઆઈની ટીમે બાંદ્રા એસએચઓ અને આઇઓને મળી. અત્યાર સુધી લીધેલા કુલ 56 નિવેદનોને હેન્ડઓવર સીબીઆઈ મુંબઈ પોલીસ પાસે લેશે. જણાવી દઈએ કે મુંબઈ પોલીસે પોતાની અત્યાર સુધીની તપાસમાં ઇન્ડસ્ટ્રી અને કેસથી લગતા કુલ 56 લોકોના નિવેદનો દાખલ કર્યા છે.
પોલીસે શું શું સોંપ્યું
એ ઉપરાંત ફોરેન્સિક રિપોર્ટ, ઘટના સ્થળના પંચનામાની રિપોર્ટ,અટોપ્સી રિપોર્ટ, સુશાંતના ત્રણ મોબાઈલ ફોન, એમનું લેપટોપ, કપડાં જેના પર એમની બોડી લટકેલી હતી, મોબાઈલની સીડીઆર એનાલિસિસ, બાંદ્રા પોલીસની કેસ ડાયરી, ચાદર, બેડશીટ જે સુશાંતના રૂમમાં હતી, એ કપડું જેને બનાવી સુશાંત ફાંસી પર લટક્યો હતો, કુર્તો, મગ-પ્લેટ જેમાં જ્યુસ પીધું હતું, સીસીટીવીની ડીવીઆર જેવી તમામ વસ્તુ સુશાંત કેસના હેન્ડઓવર તરીકે સીબીઆઈએ મુંબઈ પોલીસ પાસેથી લીધી.
સીસીટીવી ફૂટેજથી સામે આવશે સત્ય ?
એટલું જ નહિ સીસીટીવી ડીવીઆર અને બિલ્ડીંગનો કેમેરો જેમાં 13 થી 14 જૂન સુધીની રેકોર્ડિંગ થઇ હતી. એ પરથી એ જગ્યા પર હાજર ફોરેન્સિક સ્પોટ પણ સીબીઆઈ મુંબઈ પોલીસ પાસે લેશે.
આ પણ વાંચો : CR પાટીલની કાર્યકર્તાઓને ટકોર, કહ્યું એવું ન વિચારતા કે મુખ્યમંત્રી રાજકોટના છે એટલે ટિકિટ મળી જશે
