ઘણા લાંબા સમયથી અયોધ્યામાં (Ayodhya) હિંદુ અને મુસલમાનોની વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ, હવે જ્યારે રામ મંદિરનું (Ram Temple) નિર્માણ થઈ રહ્યું છે આ નિર્ણય બાદ બન્ને ધર્મના લોગોમાં કોઈ વિવાદ જોવા મળી રહ્યો નથી. બન્ને ધર્મના લોક નજીક આવી રહ્યા છે. ખાસ કરીને મુસ્લિમ ભક્તો પણ રામ મંદિરને લઈને ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ત્યારે, ફૈઝ ખાન છત્તીસગઢના પોતાના ગામમાંથી મંદિરના નિર્માણ માટે ઈંટો લઈને આવી રહ્યા છે. તે ઉપરાંત, અન્ય ત્રણ મુસ્લિમ રામ ભક્ત 5 ઓગસ્ટમાં ભૂમિ પૂજનમાં ભાગ લેશે.

આ બાબતને લઈને એક અખબારે લગભગ 5 મુસ્લિમ ભક્તો સાથે વાત કરી હતી. આ લોકો રામને ઈમામ- એ- હિંદ અને કેટલાય રાજપૂતોના પૂર્વજ માને છે જેમણે ઈસ્લામ અપનાવ્યો છે. આ અંગે ફૈઝાબાદના જમશેદ ખાને જણાવ્યું કે, અમે ઈસ્લામ અપનાવ્યો અને અમે ઈસ્લામ અનુસાર પ્રાર્થના કરીએ છીએ પરંતુ ધર્મ બદલવાથી અમારા પૂર્વજ નથી બદલ્યા. રામ અમાર પૂર્વજ હતા અને અમે અમારા હિંદુ ભાઈઓ સાથે આની ઉજવણી કરીશું.

સઈદ અહમદ જે એક સમર્પિત મુસલમાન છે.તેઓ પણ રામ ભક્ત પણ છે. તેમનું કહેવું છે કે, ભારતીય મુસ્લિમ માને છે કે રામ એ ઈમામ-એ- હિંદ હતા અને હું અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સમયે હાજર રહીશ. રામ મંદિરના નિર્માણ કાર્યમાં સહભાગી થવા માટે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના અવધ પ્રાંતના ઈન્ચાર્જ ડો. અનિલ સિંહે જણાવ્યું કે, ફૈઝ ખાન છત્તીસગઢના પોતાના ગામમાંથી મંદિરના નિર્માણ માટે ઈંટો લઈને આવી રહ્યા છે. તે ઉપરાંત, દેશભરમાંથી ઘણા મુસ્લિમ ભક્તો અયોધ્યા ઐતિહાસિક સમયના ભાગીદાર બનશે.
તે ઉપરાંત, ફૈજાબાદના રાશિદ અંસારી જણાવે છે કે, જ્યાં શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે ત્યાં ગર્ભગૃહમાં અમને જવાનો મોકો મળશે તો અમારા માટે આશીર્વાદ સમાન હશે. જો કોઈ કારણોસર અમારો પ્રવેશ રોકવામાં આવશે તો અમે બહારથી આ ઉજવણીમાં ભાગીદાર બનશું.
