19 ફેબ્રુઆરીએ ટ્રમ્પે કહ્યું કે-મને PM મોદી ખૂબ ગમે છે. તેમણે મને કહ્યું કે, એરપોર્ટ અને સ્થળ વચ્ચે લગભગ 70 લાખ લોકો હશે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. જે અદ્ભુત હશે.
70 લાખ લોકોની વાતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યો. જનતાએ કહ્યું કે, ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ અમદાવાદની વસ્તી લગભગ 56 લાખ છે. 70 લાખ લોકો ક્યાંથી આવશે? શું અમદાવાદના નજીકના જિલ્લાઓમાંથી લોકોને લાવવામાં આવશે? આ દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ કહ્યું- અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનો એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીનો એક રોડ શૉ કરશે. જેમાં લગભગ 1 લાખ લોકો તેમાં સામેલ થશે. આ રોડ શો લગભગ 22 કિલોમીટર લાંબો હશે.
આ પણ વાંચો : શા માટે કેમ અમદાવાદવાસીઓ ડોનાલ્ડ ટ્રમ્પને વર્ષમાં એક વાર બોલાવવા માંગે છે ???
હવે લોકો 70 લાખથી 1 લાખ લોકોની સાથે સોશિયલ મીડિયા પર પોતાનો આનંદ લઇ રહ્યા છે. જુઓ કેટલાક ટ્વિટ.

આ પણ વાંચો : નમસ્તે ટ્રમ્પ : દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાત લેશે મેલેનિયા ટ્રમ્પ

