દિલ્હીની શાળાઓમાં ચાલતી હેપ્પીનેસ ક્લાસની ઘણી ચર્ચા થતી હોય છે. મંગળવારની સવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પત્ની મેલેનિયાએ પણ દિલ્હીની એક શાળામાં જઈને હેપ્પીનેસ ક્લાસ જોઈ હતી.

હેપ્પીનેશ ક્લાસ જુલાઈ 2018 થી શરુ થઇ હતી. આ ક્લાસમાં પુસ્તકોનો બોઝ નથી અને પરીક્ષાનું ટેન્શન પણ નથી. અહીં બાળકોને આનંદના પાઠ ભણવામાં આવે છે. દિલ્હી સરકાર તેના માટે ખાસ હેપ્પીનેસ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. દેશ વિદેશથી આવીને લોકો આ ક્લાસ વિશે જાણી ચુક્યા છે.

આવો છે સ્કૂલનો કોન્સેપ્ટ
આ વર્ગ 45 મિનિટનો હોય છે, જેમાં બાળકોને ખુશ રહેવાનું શીખવવામાં આવે છે. આ વર્ગમાં ન પુસ્તકો, પેન કે અન્ય કોઈ વસ્તુની જરૂર નથી. વર્ગમાં ફક્ત વાર્તાઓ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકો તેમની આજુબાજુની દુનિયાની જાણકારી લે છે.

હેપ્પીનેસ અભ્યાસક્રમ બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા એ શરુ કર્યો હતો. આ અભ્યાસક્રમના ત્રણ ભાગો છે. જેનો પ્રથમ ભાગ માઇન્ડફુલ નેસ છે. તેમાં ધ્યાનનો કલાસ હોય છે. બાળકોને ધ્યાન દ્વારા એકાગ્રતા તરફ આગળ વધવાનું શીખે છે.
આ અભ્યાસક્રમનો બીજો ભાગ વાર્તા કહેવી છે. જેમાં બાળકો ફક્ત વાર્તા જ સાંભળતા નથી, પરંતુ તેઓ વાર્તા બનાવે પણ છે. વાર્તા સાંભળ્યા બાદ બાળકોને પૂછવામાં આવતું નથી કે, તમે વાર્તામાંથી શું શીખ્યા? અહીં વાર્તા સાંભળ્યા બાદ બાળકો તેના પર ચર્ચા કરે છે.

સત્રનો ત્રીજો ભાગ પ્રવૃત્તિ છે. તેમા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો તેમની આસપાસની દુનિયાને સમજે છે. તેમાં, બાળકો તે દરેક વાતો શેર કરે છે જેના દ્વારા તેઓ જીવન જીવવાનું શીખે છે.

આ કલાસ વિશે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદીયા કહે છે કે, અમને પણ આ ક્લાસ વિશે વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એક માતાએ આવીને કહ્યું કે, હવે તેમનું બાળક ખૂબ સંવેદનશીલ બની ગયું છે, ખોરાક લેતી વખતે તે મને પૂછે છે કે, તમારા માટે છે કે નહીં, એટલું જ નહીં તે ચેક પણ કરે છે.

મેલાનિયા ટ્રમ્પની શાળાની મુલાકાત પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને દિલ્હીની સરકારી શાળાઓને અભિનંદન પાઠવ્યા હતા. કેજરીવાલે કહ્યું કે, ‘અમે ખુશ છીએ કે અમેરિકાની ફર્સ્ટ લેડી અમારી શાળામાં આવી રહી છે.

અમારા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને દિલ્હીવાસીઓ માટે આ એક મોટો દિવસ છે. સદીઓથી ભારતે વિશ્વને આધ્યાત્મિકતા શીખવી છે. હું ખુશ છું કે, તેઓ આ શાળા માંથી આનંદનો સંદેશ લઈને પરત ફરશે. મેલાનિયા ટ્રમ્પે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તે હેપ્પીનેસ ક્લાસની દિલ્હી સરકારની મહત્વાકાંક્ષી યોજના વિશે વધુ જાણશે.
