અમેરિકાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગ્રા પ્રવાસને લઇ જબરદસ્ત સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને એમના પરિવારની સુરક્ષાની જવાબદારી અમેરિકી સિક્રેટ સર્વિસ પાસે હશે પરંતુ બાહરી સુરક્ષાની જવાબદારી એનએસજી અને યુપી પોલીસ હવાલે છે.
વાંદરાઓનો ઘણો ત્રાસ
સુરક્ષા એવી છે કે આકાશ પાતાળ સુધી એક પક્ષી પણ ન મારી શકે. પરંતુ સુરક્ષા એજન્સીઓને કે ખાસ ચિંતા સતાવી રહી છે. એ વિસ્તારમાં વાંદરાઓનો ઘણો ત્રાસ હોય છે. માટે સુરક્ષામાં કોઈ ચૂક ન થઇ જાય માટે ખાસ લંગૂરોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. જેથી વાંદરોના ત્રાસને રોકી શકાય। એવા પાંચ લંગૂરોની તહેનાતી રાષ્ટ્રપતિ ટ્રમ્પના રૂટ પર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રાને લઇ સુરક્ષાનો ઘેરો તૈયાર કરાયો છે. જો કે, સુરક્ષા વ્યવસ્થાને લઇ કઈ પણ કહેવાની ઓફિસરોને નિર્દેશ નથી. પરંતુ જે જાણકારી સામે આવી છે એ અનુસાર 10 કંપનીઓ અર્ધસૈનિક બળ, 10 કંપની પીએસી સાથે એટીએસ અને એનએસજી કમાન્ડોને તહેનાત કરવામાં આવશે. આ કંપનીમાં લગભગ 100 જવાન હોય છે.

તાજમહાલના દીદાર કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ અને તેમની પત્ની મેલાનિયા 24 ફેબ્રુઆરીએ આગ્રા જશે. આગ્રા પ્રસાસન મુજબ, તાજમહેલ અને એરપોર્ટ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા માટે ઘણા જિલ્લાની પોલીસ લગાવવામાં આવશે. પેરામિલીટ્રી ફોર્સ, એનએસજી કમાન્ડો, એટીએસ રસ્તા અને અગાસી પર તહેનાત રહશે.
આ પણ વાંચો : અમદાવાદ પહોંચી સૌથી તાકાતવર કાર, જેમાં હશે ટ્રમ્પના કાફલાનું રિમોટ, જાણો શું છે ખાસિયત

યાત્રા દરમિયાન ટ્રમ્પની બે ગાડી કાફીલામાં હશે અને તેઓ કઈ ગાડીમાં હશે એની જાણકારી માત્ર થોડા જ લોકો ને હશે. આ કાર માત્ર અમર વિલાસ હોટલ સુધી જ જઈ શકશે. કોર્ટની ગાઈડન્સ ને લઇ એનાથી આગળ 50 મીટરનો રસ્તો બેટરી વાહન અથવા ગોલ્ડ કાર થી જવાશે.
આ પણ વાંચો : અમદાવાદમાં આવી રહ્યા છે તો ‘નમસ્તે ટ્રમ્પ’ જો રાજ્યના બીજા શહેરોમાં આવ્યા હોત તો…
