ભારતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બે દિવસીય પ્રવાસ સમાપ્ત થયો છે. આ પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા ઉત્સાહિત જોવા મળ્યા. ટ્રમ્પના પ્રવાસમાં બંને દેશો વચ્ચે ઘણી મહત્વની ડીલ પણ થઇ. એમાં સૌથી મોટી ડીલ ડિફેન્સને લગતી છે. ત્યાં જ અમેરિકી રાષ્ટ્રપતિ પ્રવાસ દરમિયાન એક મોટી ડીલના પણ સંકેતો મળ્યા.
3 બિલિયન ડોલરની ડીલ
આ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે 3 બિલિયન ડોલરની ડીલ થઇ છે. એ હેઠળ 24 રોમિયો હેલીકૉપ્ટર ખરીદવામાં આવશે. આ દરમિયાન ભારત-અમેરિકા પાર્ટનરશિપના મહત્વના ડિફેન્સ, સુરક્ષા, ટેક્નોલોજી, ટ્રેડ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ.

ટ્રમ્પના આ ભારત પ્રવાસ દરમિયાન સૌથી મોટી સફળતા અમેરિકી એનર્જી કંપની એગ્ઝોન મોબિલ કોર્પોરેશન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(IOC) વચ્ચેની ડીલ પણ થઇ. દેશના જે શહેરોમાં પાઈપલાઈન નથી, ત્યાં કન્ટેનર દ્વારા ગેસ પહોંચાડવા ભારત, અમેરિકાની મદદ લેવાનું છે. આ પહેલા દેશમાં સ્વચ્છ ઇંધણના ઉપયોગમાં વધારો થશે અને બંને દેશો વચ્ચે એનર્જી સેક્ટરમાં સહયોગ વધશે.
એવી જ રીતે માદક દ્રવ્યોની તસ્કરી, માદક પદાર્થોને લગતા આતંકવાદ અને સંગઠિત ગુનાઓ જેવી ગંભીર સમસ્યા ઓ વિષે એક નવા તંત્ર પર પણ સહમતી બની. જયારે કટ્ટર ઇસ્લામી આતંકવાદ થી નિપટવામાં સહયોગ કરવામાં પણ બંને દેશો સહમત થયા.
ટ્રેડ દિલ પર બનશે વાત

ત્યાં જ બંને દેશો જલ્દી એક મોટી ટ્રેડ ડીલને અંતિમ રૂમ આપી શકે છે. એના વિષે જણાવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ઉમ્મીદ જતાવી છે કે બંને પક્ષો એ દિશામાં પહેલા એક સીમિત વ્યાપાર કરારને અંતિમ રૂપ આપશે અને એને કાનૂની રૂપથી તપાસ જલ્દી પુરી થશે. ગોયલે કહ્યું, ‘અમને ઉમ્મીદ છે કે સીમિત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કરશે. એના પર ચર્ચા થઇ ચુકી છે અને અંતિમ રૂપ અપાઈ ચૂક્યું છે. અમે એને કાનૂની રૂપથી તપાસ કરશે અને જલ્દી અંતિમ નિષ્કર્ષ પર પહોંચશે.”
એ ઉપરાંત બંને મોટી અર્થવ્યવસ્થાઓને મુક્ત વ્યાપાર કરાર (એફટીએ)ની દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો. આ પૂછવા પર કે ભારત-અમેરિકા કેટલી ઝડપથી અંતિમ એફટીએને અંતિમ રૂપ આપી શકે છે, પિયુષ ગયલે કહ્યું, “મને વ્યક્તિગત રીતે લાગે છે કે અમે 2-3 કારણોથી અપેક્ષાકૃત વધારે તેજીથી મુક્ત કરાર કરી શકે છે.
આર્થિક મોરચા પર અમેરિકા અને ભારત

વાણિજ્ય મંત્રાલયના આંકડા જણાવે છે કે વર્ષ 2018-19માં ભારત અને અમેરિકા વચ્ચે 89.95 અરબ ડોલરનો દ્વિપક્ષીય વ્યાપાર થયો હતો. એવી જ રીતે 2019-20માં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતનો અમેરિકા સાથે દ્વિપક્ષીય વ્યાપાર 68 અરબ ડોલર રહ્યું. અમેરિકાએ પસંદગીના દેશો માંથી એક છે, જેની સાથે વ્યાપર સંતુલનનો ઢળાવ ભારતના પક્ષમાં છે. એ જણાવી દઈએ કે વર્ષ 2019માં ભારતે 239 અરબ ડોલરના સરપ્લસ સાથે અમેરિકાના 9માં સૌથી મહત્વપૂર્ણ વ્યાપારિક ભાગીદારીમાં પોતાનું સ્થાન બનાવી રાખ્યું. બંને દેશો આ વ્યાપારમાં કાચા તેલની ભૂમિકા સૌથી મહત્વની છે.
આ પણ વાંચો : મોદી-ટ્રમ્પના સંયુક્ત નિવેદનના કેટલાક ખાસ મુદ્દાઓ
