એક્ટર સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput) કેસમાં હવે ત્રણ એજન્સીઓ તપાસ કરી રહી છે. ED, CBI પછી હવે નાર્કોટેક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ની ટીમ ડ્રગ્સ કનેકશન(Drugs Connection)ની તપાસ કરશે. આ ડ્રગ્સ કનેક્શન રિયા ચક્રવર્તી(Rhea Chakrborty)ના ચેટમાં સામે આવ્યું છે. એની તપાસ હવે NCB કરશે.
રિયા અને શ્રુતિ મોદીની ચેટ
રિયા ચક્રવર્તીની સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદી સાથે થયેલી હેરાન કરવા વાળી ચેટ સામે આવી છે. જેમાં રિયાએ લખ્યું છે કે, ‘આજે સવારે તે રડી રહ્યો હતો અને તેણે સિદ્ધુને પણ ઘરે જવા કહ્યું હતુ.’ ‘જો ડીઆઈડી છે તો ડૉક્ટર્સથી કહીને તેના માટે યોગ્ય દવાઓ આપો. તે કહી રહ્યો હતો કે તમે બધા તેની આટલી સંભાળ રાખી રહ્યા છો અને સમય પર તેને દવાઓ આપી રહ્યા છો તેમ છતા તે ઠીક નથી થઈ રહ્યો. રિયાએ લખ્યું, ‘તેણે ગાંજો સંપૂર્ણ રીતે છોડવો પડશે અને તેણે કહ્યું છે કે તે કાલથી આને પીવાનું છોડી ચુક્યો છે. તેણે કહ્યું કે તે હવે ઊંઘી ચુક્યો છે અને હું પણ જઇ રહી છું.’ ત્યારબાદ રિયાએ લખ્યું કે, ‘મૉર્નિંગમાં સાહિલને આરોગ્ય નિધિ જવાનું છેને?’ આના પર શ્રૃતિએ રિએક્ટ કરતા હા કહ્યું.

રિયા અને મિરાંડા સુશીની ચેટ
જણાવી દઈએ કે કેટલાક સમય પહેલા રિયાની મિરાંડા સુશી નામના વ્યક્તિ સાથેની વાતચીત સામે આવી હતી., જે મુજબ 17 એપ્રિલના તેને મિરાંડા સુશી નામના વ્યક્તિએ મેસેજમાં લખ્યું કે, ‘હાય રિયા, માલ લગભગ ખત્મ થઈ ચુક્યો છે.’ મિરાંડા આગળ લખે છે કે, ‘શું આપણે આ શૌવિકના દોસ્ત પાસેથી લઇ શકીએ છીએ? પરંતુ તેની પાસે ફક્ત હૈશ અને બડ છે.’
જે મેસેજ ડીલીટ કરવામાં આવ્યા હતા તેમાં 25 નવેમ્બર 2019ના રિયાએ જયા શાહને મેસેજમાં લખ્યું હતુ કે, ‘કૉફી, ચા અથવા પાણીમાં ફક્ત 4 ટીંપા નાંખો અને તેને પીવા દો… આની કિક આવવામાં 30થી 40 મિનિટ લાગશે.’ જોકે રિયાના વકીલે દાવો કર્યો છે કે રિયાએ જિંદગીમાં ક્યારેય ડ્રગ્સ નથી લીધું અને તે બ્લડ ટેસ્ટ માટે તૈયાર છે.

NCB કરશે તપાસ
NCB ડાયરેકટર રાકેશ અસ્થાના અધિકારી સાથે તપાસની રણનીતિ બનાવશે. તેમણે જણાવ્યું કે, એનસીબી પણ સુશાંત કેસની તપાસ શરૂ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીએ એનસીબીને ચિઠ્ઠી લખી છે અને કહ્યું છે કે સુશાંત સાથે જોડાયેલા કેટલાક લોકો ડ્રગ્સ લેતા હતા. કેટલાક લોકો ડ્રગ્સ ડીલર સાથે કોન્ટેકમાં પણ હતા, જેને લઇ મોટા પાયદાન પર નાર્કોટેક્સ કંટ્રોલ બ્યુરો એની તપાસ કરવાની છે. તપાસનો દાયરો ઘણો મોટો હશે અને જેને લઇ દિલ્હી,મુંબઈના મોટા અને અનુભવી અધિકારીઓને કામગીરીમાં લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : આખરે 12 દિવસ બાદ ઉકાઈ ડેમના દરવાજા બંધ, આટલા વર્ષ ચાલે એટલું પાણી છોડાયું
