‘હેલ્લારો’ ફિલ્મ પ્રશંસા અને એવોર્ડ મેળવી ચુકી છે. 66 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ‘હેલ્લારો’ ને બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે . આ ઉપરાંત ફિલ્મને સ્પેશિયલ જ્યુરી એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી છે. જેને ફિલ્મમાં કામ કરનાર 13 એક્ટ્રેસોએ શેર કર્યો છે. જે પણ એક અનોખી વાત બની છે.
ફિલ્મની સ્ટોરી
આ ફિલ્મની કહાની વર્ષ 1975 ની છે. કચ્છમાં સતત ત્રીજા વર્ષે પણ વરસાદ ન વરસતા પાણીની સમસ્યા નિર્માણ થાય છે. પરંતુ સમસ્યા માત્ર આટલી જ નથી તો ગામની મહિલાઓ ખુલીને શ્વાસ લઇ શકે. આ ગામમાં માત્ર પુરૂષ જ ગરબા રમી શકે છે. મહિલાઓને ગરબા રમવાની અનુમતિ નથી.
પરંતુ એક દિવસ બધું બદલાઈ જાય છે. જ્યારે ગામની મહિલાઓને એક પુરૂષ બેહોશ મળે છે. એ પુરૂષ ઢોળ વાળો હોય છે. આ મહિલાઓ ઢોળવાળાને પાણી પીવડાવે છે અને એને ઢોળ વગાડવા માટે કહે છે. જેના તાલ પર મહિલાઓ ગરબા રમવા લાગી જાય છે. પછી આમ આ રોજનો દિનચર્યાનો ભાગ બની જાય છે. મહિલાઓ રોજ પાણી ભરવા માટે જતી હોય ત્યારે ઢોળવાળાને જમાવાનું અને પાણી આપતી હતી અને એને ઢોળ વગાડવા કહીને ગરબાઓ ગાતી.
પરંતુ આ બધી વસ્તુ વધારે દિવસ નથી ચાલતી અને એમના ગામના લોકો મહિલાઓને ગરબા રમતા જોઈ લે છે. આખું ગામ એ મહિલાઓના વિરોધમાં હોય છે. પરંતુ મહિલાઓ ગુલામી છોડીને આઝાદ થવાનો વિકલ્પ પસંદ કરે છે. આ ફિલ્મ સમાજમાં પુરૂષોએ બનાવેલા નિયમોના વિરૂદ્ધ મહિલાઓની લડાઈને દર્શાવે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.