ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આર્મી સ્કૂલનું પ્રથમ સત્ર એપ્રિલથી શરૂ થશે. જ્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સૈન્યમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સંઘના એક અધિકારીએ કહ્યું કે અહીં શિક્ષણનો આધાર સંસ્કાર, સંસ્કૃતિ અને સમરસતા પર આધારિત હશે. એક સમાચાર એજન્સી પૂછ્યું કે શું સંસ્કૃતિ અને સમરસતાના પાઠ ને હિન્દુત્વની શિક્ષા માનવી જોઇએ, તો તેમણે જવાબ આપ્યો કે – અમારું ધ્યાન દેશભક્તિ પર છે, જો કોઈ તેને હિન્દુત્વ સાથે જોડે છે, એ તેની સમસ્યા છે.
સંઘની આ સ્કુલ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ખોલવામાં આવશે. જેનું નામ પૂર્વ સરસંઘ ચલાવનાર રાજેન્દ્ર સિંહ ઉર્ફ રજ્જુ ભૈયાના નામ પર ‘રજ્જુ ભૈયા સૈનિક વિદ્યા મંદિર (આરબીએસવીએમ) રાખવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે નૈતિક દિશા પણ મળે- સંઘ
વરિષ્ઠ સંઘ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે એવું ઇચ્છીએ છીએ કે અહીંના વિદ્યાર્થીઓ સેનામાં જોડાય. સંસ્કાર, સંસ્કૃતિ અને સુમેળની ભાવના સાથે સેનામાં અને આવનારા વર્ષોમાં આપણું સૈન્ય વધુ મજબૂત બને. અમારી વિચારસરણી વિદ્યાર્થીઓને સારા શિક્ષણની સાથે નૈતિક અને આધ્યાત્મિક દિશા પણ આપવાની છે. જે ફક્ત નિવાસી શાળાઓમાં જ શક્ય છે. જેથી તેઓ આગામી સમયમાં સશસ્ત્ર દળોના પડકારોનો સામનો કરી શકે.
બાળકોને એનડીએ, નેવલ એકેડેમી માટે તૈયાર કરશે- ડિરેક્ટર
આરબીએસવીએમના ડિરેક્ટર કર્નલ શિવ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે- અમે અહીં બાળકોને એનડીએ, નેવલ એકેડમી, ટેકનિકલ પરીક્ષાઓ અને આર્મી માટે તૈયાર કરીશું. 23 ફેબ્રુઆરી સુધીમાં આ શાળા માટે નોંધણી કરવામાં આવશે. 1 માર્ચે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં અરજદાર વિદ્યાર્થીઓની રીઝનિંગ, સામાન્ય જ્ઞાન, ગણિત અને અંગ્રેજીમાં કાબિલિયત ચકાસીશું. લેખિત પરીક્ષણ પછી ઇન્ટરવ્યુ અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ થશે. પ્રથમ સત્ર 6 એપ્રિલથી શરૂ થશે.
