17 ઓક્ટોબરથી નવરાત્ર શરુ થઇ રહ્યા છે. આ વર્ષે કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા ગરબાનું આયોજન તેમજ શેરી ગરબા રમવા પર પણ પ્રતિબંધ મુક્યો છે. તમે નવરાત્રીમાં મૂર્તિ કે ગરીબીની પ્રતિષ્ઠા કરી શકો છે. જેના માટે પણ સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે. જેથી કોરોના ફેલાય નહિ. જો કે મૂર્તિ સ્થાપના અને પૂજા આરતી પૂર્વ પોલીસની મજૂરી લેવાની રહેશે એવું કહેવામાં આવ્યું હતું પરંતુ હવે આ અંગે સરકારે સપષ્ટતા કરી છે। તેમણે જણાવ્યા મુજબ, નવરાત્રીમાં ફ્લેટમાં કે સોસાયટીઓના રહીશોએ તેમના સ્થળ કે પ્રિમાઇસીસમાં માતજીની પૂજા-આરતી માટે પોલીસની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની રહેશે નહિ.
સરકારે જાહેર કરેલા નિયમો
- પૂજા આરતી માટે એક જ કલાકની મંજૂરી
- મૂર્તિના ફોટો તેમજ સ્પર્સ પર પ્રતિબંધ
- પ્રસાદ બંધ પેકેટમાં વહેંચી શકાશે
- આરતી સ્થળે સોશિયલ ડિસ્ટન્સ જણાવવા 6 ફૂટે કુંડાળા કરવાના રહેશે
- ભાગ લેનાર તમામ વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત
- હેન્ડ-સેનિટાઇઝર, ઓકસોમીટર, થર્મલ સ્કેનરની સુવિધા સ્થળ પર ફરજીયાત
- સ્ટેજ, માઈક, ખુરસીને સમયાંતરે સેનિટાઇઝ કરવું
- કાર્યક્રમ સ્થળે ચા, નાસ્તા, ભોજનની વ્યવસ્થા પર પ્રતિબંધ
- કાર્યક્રમ સ્થળે પાન-માવા અથવા થુંકવા પર પ્રતિબંધ
પૂજા આરતીના કાર્યક્રમમાં નાના બાળકો તેમજ 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો ન જાય તે માટે અપીલ કરાઈ છે. સાથે જ ચૂંટણીપંચ દ્વારા નેતાઓને પ્રચારની મંજૂરી અપાતા અને નવરાત્રમાં સરકાર દ્વારા આટલા કડક નિયમો મુકતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ચૂંટણીમાં કોરોના ન ફેલાય અને ગરબા રમવાથી કોરોના ફેલાય જાય એવા આરોપો લોકો લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : ચોમાસુ હજુ ગયું નથી, પાંચ દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
