કોરોનાના કહેર વચ્ચે નવસારી (Navsari) ના સાંસદ સી.આર પાટીલ (CR Patil) ભાજપ (BJP)ના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. સી.આર.પાટીલનો જન્મ 16 માર્ચ 1955 ના રોજ મહારાષ્ટ્ર (Maharashtra) ના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉતમાં સામાન્ય પરિવાર રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે થયો હતો. તેમણે સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું. ત્યારબાદ સુરતની ITIમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ વર્ષ 1975માં પિતા અને નજીકના લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા.

રાજનીતિમાં જોડાવા સુધીની સફર
સી. આર પાટીલ સરકારી નોકરીમાં જોડાઈ ગયા પરંતુ, પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહીં. જેથી પોલીસકર્મીઓના પ્રશ્નો કોઈ ઉઠાવતું નહોતું. જેના પગલે સી.આર.પાટીલે 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવું તેમના ઉચ્ચ અધિકારીઓને ખટક્યું, જેના કારણે સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વિઝાયો. પોતાના સાથી કર્મચારીઓ માટે ઉઠાવેલા આ પગલામાં અન્યાય થતા તેમણે સરકારી નોકરીનો ત્યાગ કર્યો. ત્યારબાદ પોતાની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ સામે આવ્યા.
કેવી રીતે ભાજપમાં પહોંંચ્યા ?
ત્યારબાદ 1989માં સી. આર પાટીલની રાજનીતિમાં એન્ટ્રી કરી. જેમાં તેમને કરેલા સામાજિક કાર્યોના કારણે ઘણા લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું. આ સફરના આગળ વધતા તેઓ ઘણી સંસ્થાઓના વિવિધ પદો પર કામગીરી કરી કરી. તેમણે સુરત હોય કે નવસારી કોઈ પણ વિસ્તારમાં ઉદ્ધભવતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સદા અગ્રેસર હોય છે. ભાજપ સરકારીની ઘણી યોજનાઓને આગળ ધપાવવામાં તેમણે પોતાનો મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
આ પણ વાંચો : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા ખોલવા, ફી અને અભ્યાસક્રમ અંગે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
તેઓ 2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014 માં અને ત્રીજી વખત પણ આજ બેઠક પર જંગી મતે વિજયી બન્યા. સી.આર પાટીલ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. તે ઉપરાંત, પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.
