બોલિવુડના જાણીતા પ્રોડયુસર કરણ જોહર(Karan Johar)ને ત્યાં થયેલી પાર્ટીનો વિડીયો ફરીથી વાયરલ થયો છે. તેમાં તમામ સેલિબ્રીટીઓ ડ્રગનું સેવન કરતાં હોવાનું ચર્ચા વહેતી થઇ છે. બોલિવુડનું ડ્રગ કનેકશન(Bollywood drug case) ખુલતા જ હવે NCB આ વાયરલ વિડીયોની તપાસ કરશે. એ વિડીયોને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. તેમજ આ પાર્ટીમાં હાજર કલાકારોને પુછપરછ માટે બોલાવાય તેવી શકયતા છે.
કરણ જોહરેની પાર્ટીનો વાયરલન વિડીયો

અભિનેતા સુશાંતસિંહના મોત મામલે સામે આવેલા ડ્રગ એન્ગલમાં બોલિવુડની અભિનેત્રી રિયા ચક્રવર્તીથી લઇને શ્રધ્ધા કપુર, રકુલ પ્રિત સિંહ, દિપીકા પદુકોણના નામ સામે આવી ચુકયા છે. દરમિયાન ગત વર્ષે કરણ જોહરે યોજેલી એક પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તમામ સેલિબ્રીટીઓએ ડ્રગનું સેવન કર્યુ હોવાની વાતો વહેતી થઇ છે.
ધારાસભ્યનું નામ પણ સામેલ

ધારાસભ્ય મજીન્દર સિરસાએ આ પાર્ટીમાં ડ્રગનું સેવન થયુ હોવા અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે. આ પાર્ટીમાં સ દિપિકા પદુકોણ, મલાઇકા અરોરા, અર્જુન કપુર, વિકી કૌશલ, શાહીદ કપુર, મીરા રાજપુત, વરૂણ ધવન હાજર હતા.
એનસીબીએ આ વિડીયોની અધિકૃતતાની તપાસ માટે આપી છે. આ વિડીયોને ફોરેન્સીકમાં મોકલાશે.
આ પણ વાંચો : AIIMSની ફોરેન્સિક રિપોર્ટ પછી હવે આ એંગલની કરશે CBI તપાસ
