દેશમાં કોરોના મહામારીમાં દરેક પરીક્ષાને હંગામી ધોરણે રદ કરવામાં આવી હતી. પરંતુ, હવે સાવધાની સાથે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એન્જિનિયરિંગ અને મેડિકલમાં પ્રવેશ માટે જેઇઇ અને નીટની પરીક્ષામાં બહુ ઓછા દિવસો બાકી છે. JEE 2020 ની પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બરની વચ્ચે લેવામાં આવશે. જ્યારે, NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ (NTA) ગાઇડલાઇન જાહેર કરી છે. જેનું પરીક્ષા દરમિયાન પાલન કરવું પડશે.

આ પરીક્ષા માટે શિક્ષણ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે, બંને પરીક્ષાઓ સમયપત્રક મુજબ લેવામાં આવશે. મંગળવારે રાત્રે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ બંને પ્રવેશ પરીક્ષાઓ માટે પરીક્ષા કેન્દ્રોની સૂચિ પણ જાહેર કરી છે. જેમાં, JEEના પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 570થી વધારીને 660 કરવામાં આવ્યા છે, જ્યારે NEET કેન્દ્રોને 2,846 થી વધારીને 3,843 કરવામાં આવ્યા છે. જેઇઇ મુખ્ય પરીક્ષા માટે શિફ્ટની સંખ્યામાં વધારો કરીને 12 કરવામાં આવી છે. જેમાં, દરેક શિફ્ટ દીઠ ઉમેદવારોની સંખ્યા 1.32 લાખથી ઘટાડીને 85,000 કરવામાં આવી છે.

JEE મુખ્ય પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે NEETનું એડમિટ કાર્ડ હજી બહાર પાડવામાં આવ્યું નથી. JEEની પરીક્ષા માટે આશરે 99 % વિધાર્થીઓને તેમના પસંદ કરેલા પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે. આ વર્ષે JEE મેઈન માટે 8.58 લાખ અને NEET માટે 15.97 લાખ વિધાર્થીઓ નોંધાયા છે.
આ પણ વાંચો : શા માટે આટલા ઝડપથી ભારતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ ? ICMRએ જણાવ્યું કારણ
NEET-JEE પરીક્ષાની 10 ગાઇડલાઇન
- દરેક વિધાર્થીઓએ માસ્ક અને ગ્લોબ્સ પહેરવા અનિવાર્ય
- દરેક વિધાર્થીએ સ્વ-ઘોષણા કરવી પડે છે કે તે કોરોના સકારાત્મક નથી
- વિધાર્થીઓએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા સાબુથી હાથ ધોવા પડશે
- પાણી અને સેનિટાઇઝર સાથે લઈને આવવું પડશે
- દરેક પરીક્ષામંડળમાં ફક્ત 12 વિધાર્થીઓ બેસશે
- વિધાર્થીઓને એક એક બેઠક છોડીને બેસાડવામાં આવશે
- પરીક્ષકોએ એકબીજાથી 6 ફૂટનું અંતર બનાવવું આવશ્યક છે
- વિધાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની થર્મલ સ્ક્રીનીંગથી તાપમાનને માપશે
- વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં નવા માસ્ક અને ગ્લોવ્સ આપવામાં આવશે
- પરીક્ષા અગાઉ દરેક પરીક્ષા કેન્દ્રની સ્વચ્છતા કરવામાં આવશે
