આપણે અવાર-નવાર સરકાર, સંસ્થા કે સમાજ દ્વારા કોઈ વિચિત્ર, અણગમતો કે લોજીક વગરનો નિર્ણય લેવાય ત્યારે સમાચાર પત્રોમાં ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’ આવા ટાઇટલ કે શબ્દનો પ્રયોગ વાંચીએ છીએ. પરંતુ ઘણાને આ વાક્ય વિશે સાચી માહિતી નથી હોતી. ખાસ કરીને નવી પેઢી આ બાબતે અજાણ છે. આજે આ વિશે આપણે રસપ્રદ માહિતી જાણીશુ. વર્ષો પહેલા કવિ દલપતરામે આ કવિતા રચી હતી અને તેનું ટાઇટલ ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’ હતું. તો આ કવિતાનો વિશે આપણે જાણીએ. આવી ભવ્ય કૃતિ આવનાર પેઢી જાણે સમજે એ જરૂરી છે.

એક શહેર હતું, જેનું નામ ‘અંધેરી નગરી’ જેનો રાજા કે મેયર જે ગણો તે, તેનું નામ હતું ગંડુ રાજા. અહીં દરેક વસ્તુની કિંમત સરખી હતી. જેટલા રૂપિયાની ભાજી તેટલા જ રૂપિયાના ખાજા, જેટલો ભાવ લોખંડ-પિત્તળનો તેટલો જ ભાવ સોના-ચાંદીનો એવામાં એકવાર એક વિદ્વાન ગુરુ અને તેનો શિષ્ય અહીં આવ્યા. જયારે ગુરુએ જાણ્યું કે અહી તો સારા-નરમાં, સાચું-ખોટું બધું એક સરખા જ માપદંડની મુલવણી થાય છે. ત્યારે તેણે આ શહેર છોડવાનું નક્કી કર્યું, પરંતુ તેના શિષ્યને આ બધું બો ગમ્યું. ગુરુની ઘણી સલાહ છતાં આ શિષ્ય આ શહેરમાં ટકી ગયો અને ગુરુ આ શહેર છોડી જતા રહ્યા હવે આ નગરીમાં જે ઘટના બને છે એ ખુબ રસપ્રદ છે.

એક દિવસ એક કરોડપતિ શેઠને ત્યાં ચોર ચોરી કરવા જાય છે. તેવામાં શેઠના ઘરની દીવાલમાં બાકોરું પાડવા જતા આખી દીવાલ તૂટી પડે છે. અને તેમાં આ ચોરો દબાઈ મૃત પામે છે. એટલે આ ચોરોની માતા ગંડુ રાજાના દરબારમાં પેલા શેઠ વિરુદ્ધ ફરિયાદ કરે છે એટલે રાજા પેલા શેઠને આરોપી માની ફાંસીની સજા જાહેર કરે છે આ સજા અંગે રાજાની સામે શેઠ અપીલ કરે છે ઘર ભલે મારુ છે પણ મેં નથી બાંધ્યું. બાંધનારતો કોન્ટ્રાક્ટર છે, એને સજા કરો. એટલે રાજા શેઠને છોડી કોન્ટ્રાક્ટરને ફાંસી આપે છે. એટલે ભેરવાય ગયેલો કોન્ટ્રાક્ટર રાજાને કહે છે, કે ભૂલ મેં ઘર બાંધ્યું પરંતુ ચણતરનો માલ તો મજુરે બનાવ્યો, બાંધકામનો માલ નબળો હોવાથી ઘર તૂટી પડ્યું. એટલે માલ બનાવનાર મજૂરને ફાંસી જાહેર થઇ.

ત્યારે પેલા મજુરે કહ્યું કે હું જયારે માલ બનાવતો હતો ત્યારે રસ્તા પરથી એક મુલ્લા પસાર થતો હતો મારુ ધ્યાન ત્યાં ગયું એટલે માલમાં પાણી વધુ પડી ગયું અને મકાન તૂટ્યું. એટલે રાજાએ પેલા મુલ્લાને ફાંસી જાહેર કરી. પરંતુ ફાંસી આપતી વખતે, મુલ્લાનું શરીર ખુબ પાતળું હોય, ફાંસીનો ગાળીઓ તેના ગળામાં સેટ ન થયો. હવે પ્રશ્ન ઉભો થયો. રાજા એ કહ્યું કે ફાંસી તો આપવી જ પડે, કોઈ ને પણ આપો. એવામાં ત્યાં પેલો બ્રામ્હણ શિષ્ય ઉભો હતો. સારું-સારું ખાઈને આટલા વખતમાં તે એકદમ જાડો, હટ્ટો-કટ્ટો બની ગયો હતો. એટલે સૈનિકોએ રાજાને કહ્યુ કે આ બ્રામ્હણનું ગળું, ફાંસીના ગાળિયામાં બરાબર ફિટ થઇ જશે. તો રાજાએ કહ્યું કે એને ફાંસી આપો, એટલે સૈનિકોએ, પેલા બ્રામ્હણને પકડી ફાંસીના માંચડા પર લઇ ત્યાં બાંધી દીધો.
શું બ્રામ્હણને ફાંસી થઇ ? ત્યાર પછી શું બન્યું ? કે પછી અગાઉની જેમ બીજા કોઈનો વારો આવ્યો ? વધુ વાંચો બીજા અંકે
