ગુજરાતમાં સતત કરોનાનો કહેર વધી રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે શૈક્ષણિક કાર્ય શરુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડયો છે. કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ છે. ઘણા રાજ્યોમાં હજુ સુધી શાળા-કોલેજો ખોલવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આ બધા વચ્ચે રાજ્યમાં સરકારી યુનિવર્સિટી માટે નવું એકેડમીક કેલેન્ડર જાહેર કર્યું છે.
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ માટે જાહેર કરાયેલા નવા એકેડમીક કેલેન્ડર મુજબ રાજ્યની યુનિવર્સિટીઓમાં 6 થી 18 નવેમ્બર સુધી જ એટલે 21 દિવસની જગ્યાએ માત્ર 12 દિવસ જ દિવાળી વેકેશન હશે.અને નવા કેલેન્ડર મુજબ 2020-21નું શૈક્ષણિક સત્ર 1 જુલાઇ સુધીમાં પૂર્ણ કરવું પડશે. જાહેર કરાયેલા આ કેલેન્ડર મુજબ પહેલુ સત્ર ઓનલાઇન રહેશે.
આ પણ વાંચો : સુરતમાં એક દિવસમાં 254 દર્દીઓને કોરોનાએ લીધા ચપેટમાં, ઓલપાડ-બારડોલીમાં વકરતો કોરોના
