નાના બાળકોની સૌ પ્રથમ શાળા તેમનું ઘર હોય છે. અને એના પછી એમની શીખવાની આગળની પ્રક્રિયા શાળાથી શરૂ થાય છે. એવું કહેવામાં આવે છે ને કે નાના બાળકો જે જોય છે એ જ શીખે છે. આના જ કારણે તમે નોંધ લીધી હશે કે, જે ઘરમાં નાના બાળકો હોય એ ઘરના વડીલો કહે કે છે કે કંઈક ખરાબ નહીં બોલો,ઘરમાં સારી રીતે રહેજો, કંઈક ખોટું નહીં કરતા કેમ કે બાળકો જલ્દી શીખે છે.
દિલ્લી નજીક નોઇડામાં કંઈક આવી જ ઘટના બની છે. બાળકે પરિવારથી જ શીખીને જવાબ આપી દીધો કે તમામ લોકો હસી રહ્યા છે. એ બાળકનો જવાબ ટ્વિટર પર વધુ પ્રમાણમાં શેર કરી રહયા છે.
એક ટ્વિટમાં એક યુઝરે કહ્યું કે, મારા ભત્રીજાને જવાબ આપવાનો હતો કે અન્નના મુખ્ય સ્ત્રોત ક્યાં-ક્યાં છે? એને જવાબ આપ્યો – અન્નના મુખ્ય સ્ત્રોત વૃક્ષ, સ્વિગી, ઝોમાટો અને ફૂડ પાંડા છે.
હવે તમને બાળકના માસૂમ જવાબ પર હસવું આવતું હશે. કેમ કે અન્નના મુખ્ય સ્ત્રોત તો વૃક્ષ,જાનવર હોય છે. તેમાં ઝોમાટો,સ્વિગી અને ફૂડ પાંડાનું પણ નામ બાળકે જોડી દીધું. જે એ નિર્દેશિત કરે છે કે બાળકે ઘરે જે જોયું એ નોટમાં લખી દીધું.
આ ફોટો જોત-જોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. ઘણા યુઝરોએ આ ફોટોની સાથે કંપનીઓને પણ ટેગ કરી છે. જેના પર સ્વિગી એ રીપ્લાય કર્યો કે, તમારો આભાર આ ફોટો શેર કરવા માટે આ બાળકે અમારૂ દિલ જીતી લીધું. અમારી સવારની સારી શરૂઆત આ એક ફોટો અને એના શબ્દો સાથે થઇ.”

આ બાળકના ટવિટએ ઘણા લોકોએ પસંદ કરી રહયા છે. સાથે જ બાળકે માસૂમતાથી નોટમાં લખેલા જવાબ પર લોકો કહી રહ્યા છે કે, આજે સાચ્ચે જ લોકો ખાવા માટે આ કંપનીઓ પર નિર્ભર છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.