2019માં ઘણા નિયમો બદલાયા છે જેનો સીધા તમારા ખિસ્સા પર અસર થયો જયારે નવા વર્ષની શરૂઆતની સાથે જ લોકોના ખિસ્સા પર અસર નાંખનારા ઘણાં નિયમો લાગુ થવાના છે. જાણો ક્યાં છે આ નિયમો અને કેવી રીતે તમારા ખિસ્સા પર કરશે અસર.
ડેબિટ કાર્ડ : 1 જાન્યુઆરીથી જુના ડેબિટ કાર્ડને ઇલેક્ટ્રોનિક ચિપવાળા કાર્ડ લાગુ થશે. નવા વર્ષમાં જુના ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડી શકાશે નહીં.
ફાસ્ટટેગ : 15 જાન્યુઆરીથી ફાસ્ટ ટેગ ગાડી પર લગાવવો ફરજીયાત છે ફાસ્ટ ટેગમાં તમારે ટોલ પ્લાઝા પર કેશમા નાણાં ચુકવાના નહિ રહે પરંતુ જો ફાસ્ટ ટેગ નહિ લગાવ્યો તો ડબલ ચાર્જ ચૂકવવો પડી શકે
ATM OTP : SBIએ ATMમાંથી 10000થી વધુના ઉપાડ પર નિયમોમાં બદલાવ કર્યા છે. નવા નિયમ મુજબ રાત્રે 8થી સવારે 8 સુધી ઉપાડ માટે OTPની જરૂર પડશે.
RUpay/UPI : ચૂકવણીમાં ચાર્જ નહીં લાગે. 50 કરોડથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓને MDR ચાર્જ માટે રૂપે કાર્ડ, UPI ક્યૂઆર કોડ દ્વારા ચૂકવણીની સુવિધા આપશે.
લોન: SBI દ્વારા રેપોરેટ સાથે સંબંધિત લોનનો વ્યાજ 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે. જેની રિસેટ ડેટ પણ 1 જાન્યુઆરી છે. જેથી નવા દરનો લાભ જૂના ગ્રાહકોને પણ મળશે.
પાન-આધાર લિંક : પાનને આધાર સાથે લિંક કરાવવા માટે માર્ચ 2020 સુધીનો સમય આપવામાં આવ્યો છે ત્યાં સુધી લિંક ન કરાવ્યું તો તમારો પાન બેકાર થઇ જશે.
PF : જે કંપની માં 10 કર્મીઓ છે એ કંપનીઓ પણ પીએફના દાયરામાં હશે, કર્મચારી જાતે પીએફનો ફાળો નક્કી કરી શકશે. પેન્શન ફંડમાંથી સાથે
જ્વેલરી હોલમાર્કિંગ : સોના-ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ હવે ફરજિયાત હશે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં 1 વર્ષની છૂટ રહેશે. તેથી ભાવ પણ વધી શકે છે.
આ પણ વાંચો : ગણતરીના કલાકોમાં આ કામ પુરા કરી દેજો નહિ તો દંડ ભરવા માટે કાલથી તૈયાર રહેજો !!

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.