ભારત સહિત દુનિયાભરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણો આંકડો સૌને ડરાવી મૂકે તોવો છે. અત્યાર સુધીમાં કોરોનાથી લગભગ 7 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોનાનો કાળો કહેર શરૂ થયાને આઠ મહિના વીતી ચૂક્યા હોવા છત્તાં વૈજ્ઞાનિકોને તેની રસી શોધવામાં સફળતા મળી શકી નથી. તેવામાં હાલમાં જ કોરોના ઉપર કરવામાં આવેલા એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોને ચોંકાવી દેનારો ખુલાસો જાણવા મળ્યો છે. આ નવી શોધ સ્વાદ સંબંધી લક્ષણો સાથે જોડાયેલી છે.

શોધ પ્રમાણે કોરાનાને કારણે આવેલા સોજા દરમિયાન સ્વાદ લેવાની ક્ષમતા પ્રભાવિત થાય છે, જે આ ઘટના સાથે અપ્રત્યક્ષરૂપે જોડાયેલી છે. આ ચોંકાવનારી શોધ અમેરિકામાં જ્યોર્જિયા યુનિવર્સિટીના પુનર્યોજી બાયોસાયન્સ વિભાગમાં કરવામાં આવી છે. કોરોનાથી સંક્રમિત થવાને લીધે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો સ્વાદ નહીં આવવાની ફરિયાદમાં વધારો થઈ રહેલો જોવા મળે છે, જે ત્યાંના સંશોધનકર્તાઓ પ્રમાણે ચિંતાનો વિષય હોવાનું કહેવામાં આવ્યું છે.
સંશોધનકર્તાઓના કહેવા પ્રમાણે, કોરોનાથી સંક્રમિત દર્દીઓમાં એવા સકેત જોવા મળી રહ્યા છે કે તેમની સ્વાદ લેવાની ક્ષમતા સાથે જોડાયેલી કોશિકાઓ કોરોના સંક્રમણની ચપેટમાં આવતી નથી કારણ કે તેમાં એસઈ2ની માત્રા વધારે નથી હોતી.એસઈ2 એક પ્રકારનું એન્જાઈમ છે, જેના દ્વારા કોરોના કોઈ પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે.
