2019ને વિદાય અને 2020ના સ્વાગત માટે યુવાધન તૈયાર થઇ ગયું છે આજે 31મી ડિસેમ્બરના રોજ ન્યુ એયર ઇવ ની ઉજવણી કરવા નીકળશે. દરેક તહેવારને ધામધુમથી ઉજવવાïમાં માણતા સુરતીલાલાઓ થર્ટી ફર્સ્ટની ઉજવણીની પણ ધામધુમથી કરવાનું પ્લાનીંગ કરી નાંખ્યું છે. ઘણા લોકોએ ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં આયોજન કર્યું છે તો સામાન્ય અને મધ્યવર્ગના પરિવારો મકાનના ધાબા અને એપાર્ટમેન્ટના ટેરેસ પર ડી.જે. સાથે પાર્ટીઓનું આયોજન કરી નવા વર્ષને વેલકમ કરવાના છે. બીજી તરફ 31મી ડિસેમ્બરને લઇ સુરત શહેર પોલીસ સજ્જ બની છે
31 ડિસેમ્બર પહેલાની રાત્રિ દરમિયાન પોલીસે ડુમસ રોડ પર ચેકિંગ કર્યું છે. અઠલાઈન્સ, ઘોડદોડ રોડ, ડુમસ રોડ, વેસુ, સિટી લાઈટ રોડ સહિતના અઠવાલાઈન્સથી ડુમસ સુધીના વિસ્તારોમાં થતા થતા ટ્રાફિકને લઇ ખાસ બંદોબસ ગોઠવી દેવામાં આવ્યો છે. થર્ટી ફસ્ટની ઉજવણીના ઉન્માદમાં ટ્રાફિક જામ ના કરે અને દારૂ પીને ધમાલ ના કરે તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આશરે 8૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે.

લોકોની ભારે ભીડ વચ્ચે મહિલાઓની સુરક્ષાને લઇ દારૂ પીનારા તત્વોને અન રોમિયોને પકડવા માટે સિવિલ ડ્રેસમાં મહિલાની ટીમો તૈનાત રાખવામાં આવશે. શહેર પોલીસ દ્વારા કુલ 150 જેટલા બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરાશે. રેવ પાર્ટી પર શહેર પોલીસની બાજ નજર રહેશે. ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ જેવા ઠેકાણાઓ પર આયોજિત પાર્ટીઓ પર પણ પોલીસની નજર રહેશે.
લોકોની સલામતી માટે કારગીલ ચોક પીપલોદ, ગોવર્ધન હવેલી રૂંઢ જકાતનાકા, એસ. કે. નગર ડુમસ અને ચોપાટી ડુમસ ખાતે સહાયતા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. બુટલેગરો શહેરમાં દારૂની રેલમછેલ કરવા માટે એકશનમાં છે તો તેમના માટે પોલીસ દ્વારા તેમનો દારૂ ભરેલ ગાડી સાથે પાડી દેવા માટે પોતાનું નેટવર્કને કામે લગાડી દીધુ છે. દારૂ પીને જાહેર રોડ પર ફરનારા લોકો સામે તથા દારૂ પીને વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી કરવા માટે દમણ પોલીસને સૂચના આપી દેવામાં આવી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.