છેલ્લા એક મહિનાના જો આંકડા પર નજર નાખવામાં આવે તો સુરતમાં જ 13 રત્નકલાકારે જીવન ટૂંકાવ્યા છે.
- આ વચ્ચે રત્નકલાકર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાની આત્મહત્યા સમગ્ર રત્નકલાકરો અને સુરત ડાયમંડ ઉદ્યોગ માટે ચિંતાજનક છે.
- છેલ્લા ઘણાં સમયથી રત્નકલાકારોને વળતરનો મુદ્દો મહત્વનો બન્યો છે, જેના માટે જયસુખભાઈ દ્વારા લાંબી લડત સાથે સમધાન કરાવ્યું હતું.
- બીજી તરફ કોરાનકાળ દરમિયાન એક રૂમમાં 20 થી વધુ રત્નકલાકારો કામ કરી રહ્યા છે જેના માટે સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવવામાં આવે છે
- તેમ છતાં કોરોના કેસ વધતાં આખી ફેક્ટરી જ બંધ કરવામાં આવી રહી હતી. જેના માટે સરકારે કોઇ જ પગલાં ભર્યા નથી.
તમને થશે વળી ડાયમંડ માટે ક્યું રાહત પેકેજ ?
- છેલ્લા થોડાં સમયથી ડાયમંડ વર્કરો પર પ્રોફેશન ટેક્સ નાખવામાં આવ્યો હતો
- જેના માટે જયસુખ ગજેરાએ સરકારને રજુઆત કરી હતી
- લોકડાઉન દરમિયાન બેકાર બનેલા રત્નકલાકારો માટે આર્થિક પેકેજની પણ માંગણી કરવામાં આવી રહી છે
- જેના પર સરકારે કોઇ જ રાહત પેકેજ આપી રહ્યું નથી
કેમ સુરતનો હીરો ઝાંખો થઇ રહ્યો છે ?
- એક તરફ ડાયમંડ બુર્સ તૈયાર થઈ રહ્યું છે અને બીજી તરફ રત્નકલાકારનો વિરોધ
- લોકડાઉનમાં વતન જવા માટે મજબૂર થયા
- પરત ફર્યા પછી ડાયમંડની ઘંટીઓમાં કોરોના કેસ વધ્યાં
- પ્રજાના માટે મત માંગવા દરેક પક્ષ પહોંચી જાય છે પણ મદદ માટે કોઇ પહોંચતું નથી
- શહેરમાં કોરોના વકર્યો તેના માટે રત્નકલાકારોને જવબાદાર ગણવામાં આવ્યા
- આ તમામ વચ્ચે સુરતનો હીરો ઝાંખો થઇ રહ્યો છે
તમામ વચ્ચે સુરત વર્ષોથી જે હીરા ઉદ્યોગની ઓળખ અને શાન બન્યું છે તેને બચવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી મદદ મળવી જ જોઇએ. આ માટે સામાન્ય રત્નકલાકારોની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. કેમ કે કોઈ પણ ઉદ્યોગ હોય તે તેના કારીગરો(રત્નકલાકાર) વગર અજોડ બની જ ન શકે.
NewsAayog ના એડિટરની કલમે સંજોગોની સ્થિતિનુંં વિશ્લેષ્ણ
