આ વખતના પ્રજાસત્તાક દિવસની પરેડ ફક્ત આપણા માટે જ નહીં, પરંતુ આપણા પડોશીઓ માટે પણ વિશેષ બની રહેશે. કારણ કે તેમના હ્રદયને ધ્રુજાવવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. આ વખતે ઘણું એવું છે જે પહેલી વખત જોવા મળશે. આ વખતે પાકિસ્તાન એ બહાદુર કમાન્ડોને જોઈ શકશે જેમણે પાકિસ્તાનની સીમામાં ઘુસીને આતંકવાદી કેમ્પનો નાશ કર્યો હતો.
આ સિવાય, દુશ્મનના હ્રદયને ધ્રુજાવવનારી અને અચૂક નિશાનો લગાવનાર ઑટોમૅટિક તોપ આ પરેડની શોભા વધારશે. તદ્દઉપરાંત પ્રથમ વખત પુરુષ સેનાની ટુકડીની કમાન મહિલા સૈન્ય અધિકારી સંભાળશે.
એરફોર્સના પ્રદર્શનમાં પ્રથમ વખત રાફેલ એરક્રાફ્ટ જોવા મળશે
રાફેલ લડાકુ વિમાનને ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યું છે. તેને ભારતની જરૂરિયાત મુજબ તૈયાર કરાયું છે. રાફેલની મેળવ્યા બાદ ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. ત્યાં દુશ્મનોના હૃદયમાં ભય પણ પેદા થઇ ગયો છે. આ ફાઇટર એરક્રાફ્ટ ઘણી વિશેષતા ધરાવતા રડાર,દસ કલાક સુધીનો ડેટા રેકોર્ડિંગ,ઇઝરાઇલી હેલ્મેટ ડિસ્પ્લે, ઇન્ફ્રારેડ સર્ચ અને ટ્રેકિંગ સિસ્ટમ જેવી ક્ષમતાઓથી સજ્જ છે. તેનું રડાર સિસ્ટમ 100 કિ.મી.ની રેન્જમાં એક સાથે 40 લક્ષ્યો શોધી શકે છે. આ સિવાય તેમાં લાગેલ હ્યુમન મશીન ઇન્ટરફેસ તેને અન્ય વિમાનોની તુલનામાં વધુ કાર્યક્ષમ બનાવે છે. રાફેલ એરક્રાફ્ટ આ વખતે લોકો માટે સૌથી મોટું આકર્ષણ નું કેન્દ્ર છે. જે પ્રથમ વખત પરેડનો ભાગ બનવા જઈ રહ્યું છે.
