Contract & Freelance.com દ્વારા તૈયાર કરાયેલ ઇન્ડિયાના ટોપ 100 Content Writerની લિસ્ટ 20 સપ્ટેમ્બરે જાહેર કરાઈ હતી. આ લિસ્ટમાં News Aayogની ટીમ મેમ્બર વિધિ શાહ ગોસાલિયાને ઇન્ડિયાની ટોપ 100ની લિસ્ટમાં 87મુ સ્થાન મળ્યું છે.

ટોપ 100 Content Writerની લિસ્ટ Linkedin પ્રોફાઈલ પરથી તૈયાર કરવામાં આવી છે. Writersનું પરફોર્મન્સ, Writersનું ઈન્ટરેક્શન, Writersની સ્કિલ્સ પરથી આ યાદી તૈયાર કરવામાં આવી છે. આ સર્વેમાં સમગ્ર ભારતમાંથી Writersનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યાદીની ખાસ વાત એ છે કે તેઓએ ફોલોવર્સ અને લાઇક્સના આધારે નહિ પરંતુ. લેખકોની 6 મહિનાની પ્રોફાઈલના આધારે સિલેકશન કરવામાં આવ્યું. જેમાં તેઓના પરફોર્મન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. સાથે જ તેઓનું બાયો અને એક્સપિરિયન્સ પણ જોવામાં આવ્યું. Linkedin ઉપરાંત તેઓના અન્ય બીજા સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરવામાં આવી હતી.
ત્રણ રાઉન્ડમાં આ સર્વે કરવામાં આવ્યો પહેલા રાઉન્ડમાં 3000 પ્રોફાઇલ્સ, બીજા રાઉન્ડમાં 300 અને ત્રીજા રાઉન્ડમાં 100 પ્રોફાઇલો સિલેક્ટ કરવામાં આવી.
આ પણ વાંચો : માત્ર એક સપ્તાહ માટે જ હશે રાધેમાં ઘરમાં ? સામે આવ્યું સત્ય
