ચાર બેન્ક યુનિયન દ્વારા બે દિવસ હડતાલ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. જો આ એલાન સફળ થાય તો આવતા અઠવાડિયામાં ચાર દિવસ બેન્ક બંધ રહેશે. જેની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થશે. ગુરુવાર અને શુક્રવારે બેન્ક ની હડતાલ રહેશે અને ચોથો શનિવાર અને રવિવારની રજા રહેશે આ દરમિયાન બેન્કના તમામ કામકાજ બંધ રહેશે.
ચાર બેન્ક યુનિયન જેમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશન, ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિયેશન, ઇન્ડિયન નેશનલ બેન્ક ઓફિસર્સ કોંગ્રેસ અને નેશનલ ઓર્ગેનાઝેશન બેન્ક ઓફિસર્સ એ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળની માંગ કરી છે સરકાર દ્વારા 10 બેન્કોને જોડીને ચાર બેન્ક બનાવવાના લેવાયેલા નિર્ણયના વિરોધવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આવતા અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ બેન્ક ખુલી રહેશે। ચાર દિવસ રાજાની અસર આમ લોકો પર પડશે। પણ 30 સપ્ટેમ્બર એટલે સોમવારે બેન્ક ખુલ્લી રહેશે જેને લઇ જેને લઇ સેલારીડ ક્લાસ માટે રાહતની વાત છે તેમની સેલેરી અટકશે નહિ.