હાલમાં, સુરતના કતારગામ, વરાછા અને રાંદેર ઝોનમાં વધારે કેસ સામે આવતા ચિંતામાં વધારો થયો છે. આ વિસ્તારમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાય તે માટે સતત લોકોને માસ્ક પહેર્યા વિના બહાર ન જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. અને બહાર જઈને પણ સોશિયલ ડીસ્ટન્સનું કડકાઈથી પાલન થાય તેવી અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે, આજે સુરતના કતારગામ વિસ્તારમાં એક ટ્રસ્ટ દ્વારા લોકોને સસ્તા અને સારા માસ્ક મળી રહે તે માટેની વ્યવસ્થા કરી હતી. તે અંતર્ગત સુરતમાં એક રૂપિયામાં માસ્ક અને પાંચ રૂપિયામાં સેનિટાઇઝર વેચાઈ રહ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક ટ્રસ્ટ દ્વારા લોકોને સસ્તા અને સાર માસ્ક મળી રહે તે માટેની વ્યવસ્થા કરી હતી. જેના અંતર્ગત બપોર સુધીમાં હજારો માસ્કનું વેચાણ થઇ ગયું છે.

કતારગામ વિસ્તારના લોકોને સસ્તા અને સારા માસ્ક મળી રહે તે માટે એક NGO દ્વારા ખાસ સગવડ કરવામાં આવી છે. આ NGO એ કોઇ પણ પ્રકારનો નફો લીધા વિના માત્ર 1 રૂપિયામાં સર્જીકલ માસ્ક, જયારે 12 રૂપિયામાં N95 માસ્ક આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત માત્ર 5 રૂપિયામાં 100 ml સેનિટાઇઝર આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદની સ્ટ્રેજી સુરતમાં અપનાવશે, કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કંટ્રોલ કરવા IPS અધિકારીને ઉતારાયા

સંસ્થાના સંસ્થાના પ્રમુખ રાકેશભાઇએ જણાવતા કહ્યું કે, લોકો સારી ક્વોલિટિના માસ્ક વાપરે અને તેના માટે તેમના પર કોઈને આર્થિક રીતે બર્ડન ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. કતારગામમાં વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં લોકો માસ્ક મેળવવા માટે સોસિયલ ડિસ્ટન્સ સાથે લાઈનમાં ઉભા રહ્યા હતા. જેમાં, બપોર સુધીમાં જ હજારોની સંખ્યામાં માસ્ક અને સેનિટાઇઝર વહેચાઇ ગયા હતા.
