મુંબઈ શેરબજારમાં તેજીની દૌટને આજે બ્રેક લાગી હતી. પ્રારંભીક જોરદાર તેજી બાદ વેચવાલીનો મારો આવતા માર્કેટ રેડઝોનમાં ઘસી ગયુ હતું. 12000 ને વટાવી ગયેલો નીફટી પાછો પડયો હતો.સેન્સેકસ ઉપલા લેવલથી 800 પોઈન્ટ નીચે ઉતરી ગયો હતો. જોકે અંતિમ કલાકમાં ફરી ગ્રીનઝોનમાં આવ્યું હતું.
શેરબજારમાં આજે ઉઘડતામાં તેજીનો ધમધમાટ હતો.વિશ્વ બજારની તેજી, કોર્પોરેટ કંપનીઓનાં સારા પરિણામો, કોરોનાના ઘટતા સંક્રમણ વચ્ચે આર્થિક પ્રવૃતિને વેગ જેવા અનેકવિધ કારણોની સારી અસર હતી. પરંતુ બપોરે એકાએક વેચવાલીનો મારો શરૂ થઈ ગયો હતો. સવારનો સુધારો સંપૂર્ણ ધોવાઈ ગયો હતો.એટલુ જ નહિં માર્કેટ રેડઝોનમાં ઉતરી ગયુ હતું. બપોરે યુરોપીયન માર્કેટ મંદીમાં ઘસી પડયાનાં અહેવાલથી સાવચેતી સર્જાઈ હતી.
અંતિમ કલાકમાં નવેસરથી પસંદગીનાં ધોરણે ધૂમ લેવાલી જોવા મળતા ફરી તેજીનો સળવળાટ માલુમ પડયો હતો. શેરબજારમાં બેંક તથા મેટલ શેરોમાં તેજી હતી હિન્દાલકો, ટીસ્કો, એચડીએફસી બેંક, ઉંચકાયા હતા પાવરગ્રીડ, ભારતી એરટેલ, અદાણી પોર્ટ, ઈન્ફોસીસ બજાજ ઓટો, એચસીએલ ટેક, હિન્દ લીવર વગેરેમાં સુધારો હતો.બ્રિટાનીયા, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વીસ, હિરો મોટો, ટીસીએસ, રીલાયન્સ સ્ટેટ બેંક, ટેક મહિન્દ્ર, નેસલે વગેરેમાં ગાબડા હતા.
આ પણ વાંચો : પ્રોવિડન્ટ ફંડમાં લઘુતમ પેન્શન આટલા રૂપિયા અપાશે