હૈદરાબાદ વેટનરી ડોક્ટર રેપ અને હત્યા મામલે સમગ્ર દેશમાં રોષ છે. તમામ ચર્ચાઓ ચાલી રહી છે કે શું થવું જોઈએ? કોની ગલતી હતી ? પોલીસ, પ્રશાસન કે પછી સમાજ જ આ ઘટનનો આરોપી છે. આ ઝગડાઓમાં લોકો નિર્ભયા કાંડને પણ યાદ કરી રહ્યા છે. ત્યારે પણ દેશમાં ઘણા ઝગડાઓ થયા હતા. હવે હૈદરાબાદ મામલા પર નિર્ભયા ની માં એ પોતાની વાત મૂકી છે.

શું કહ્યું ?
હૈદરાબાદ માં જે થયું તેના પર નિર્ભયા ની માં એ કહ્યું કે ‘ જે હૈદરાબાદમાં થયું તેમાં કેટલી તોડફોડ થઇ. દીકરીને જીવતી સળગાવી દીધી। હું ઉમ્મીદ કરું છું કે મને લડવામાં 7 વર્ષ લાગ્યા આ દીકરીને જલ્દી માં જલ્દી ન્યાય મળે આટલો સમય ના લાગે. નિર્ભયાના આરોપીઓને ફાંસી મળી હતી આ દીકરીના હત્યારાઓને પણ ફાંસી મળે અને દીકરીના માતા-પિતાને ન્યાય મળે. એમણે અમારા જેમ સાત વર્ષ સુધી સંઘર્ષ ન કરવો પડે.

ક્યાં છે નિર્ભયા કેસના આરોપી ?
ડિસેમ્બર 2012માં થયેલ નિર્ભયા કાંડના કુલ 6 આરોપી હતા, જેમાં એક સગીર પણ હતો જેની ઉમર 18 વર્ષ હોવા પર તેને છોડી દેવામાં આવ્યો હતો. રામ સિંહ નામના આરોપીએ તિહાડ જેલમાં પોતાને ફાંસી લગાવી લીધી હતી.
તે ઉપરાંત ચાર આરોપી ફાંસીની સજા મેળવ્યા પછી હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી ચુક્યા છે. ચારો આરોપીઓ માંથી એક એ 4 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પાસે દયા યાચિકા દાખલ કરી છે. દિલ્હી સરકારે આ યાચિકા ફગાવવાની સિફારીસ કરી દીધી છે.
