ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને ઘટાડવા સરકાર કટિબદ્ધ થઇ કામગીરી કરી રહી છે. આગામી સમયે રાજ્યમાં ટેસ્ટની સંખ્યા માત્ર 6-7 હજાર ટેસ્ટ કરવામાં આવતા હતા. હાલમાં પ્રતિ 10 લાખની વસતીએ 55,097 ટેસ્ટ થઇ રહ્યા છે. સમગ્ર ભારતની વાત કરીએ તો પ્રતિ 10 લાખ વસતીએ 45,250 ટેસ્ટ થઇ રહ્યા છે. રાજ્યમાં હાલ 10 લાખની વસતીએ કોરોનાના કેસની સંખ્યા 1,831 છે. સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખની વસતીએ કોરોનાના કેસની સંખ્યા 3,846 છે.

રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, કોરોનાની પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ગુજરાત મેડિકલ સર્વિસીસ કાર્પોરેશને દવાઓ માટે રૂ. 69.42 કરોડ, તબીબી સાધનો માટે રૂ. 130.41 કરોડ, ટેસ્ટિંગ કિટ માટે રૂ. 160.87 કરોડ રૂપિયાની વાપરવામાં આવેલો છે. તમામ મળીને કુલ રૂ. 360.71 કરોડનો ખર્ચ થયો છે.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવતીકાલે 7 સૌથી વધુ અસરગ્રસ્ત કેન્દ્રિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કોવિડ બાબતે કરશે સમીક્ષા
- ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, કેરળમાં ગુજરાત કરતા પ્રતિ મિલિયને નોંધાતા કેસની વધારે છે.
- ગુજરાતમાં 100 ટેસ્ટની સામે પોઝિટિવ કેસ મળવાનો રેટ 3.28 % છે.
- સમગ્ર દેશમાં આ આંક 8.50 % છે.
- રાજ્યમાં 50 હજારથી 1 લાખ કેસ થવામાં 45 દિવસનો સમય લાગ્યો છે. આ રેટ અન્ય રાજ્યની તુલનાએ ઘણો ઓછો છે.
- જયારે મહારાષ્ટ્રમાં 19 અને દિલ્હીમાં 18 અને તામિલનાડુમાં 18 દિવસમાં કેસ નોંધાયા છે.
- રાજ્યમાં અત્યાર સુધી 5.50 લાખથી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.
- અત્યાર સુધી કુલ 51.72 લાખ કોન્ટેક્ટ ટ્રેસ કરાયા છે.
- હાલમાં રાજ્યમાં આરોગ્ય સેતુ એપના યુઝરની સંખ્યા 96.50 લાખ છે.
- કોરોનાની સારવાર માટે 291 ડેઝિગ્નેટેડ હોસ્પિટલ, 99 ડેઝિગ્નેટેડ હેલ્થ સેન્ટર, 321 ડેઝિગ્નેટેડ કોવિડ કેર સેન્ટરો કાર્યરત છે.
- રાજ્યના આ સેન્ટરોમાં 49,768 બેડ, 4,892 ICU બેડ,14,697 ઓક્સિજન બેડ, 3,182 વેન્ટિલેટર ઉપલબ્ધ છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 3.03 લાખ RT-PCR ટેસ્ટિંગ કિટ, 3.46 લાખ આર.એન.એ. ટેસ્ટિંગ કિટ, 31.40 લાખ રેપિડ એન્ટિજન કીટની ખરીદી કરી સપ્લાય કરવામાં આવી છે.
