ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay rupani)ના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(DyCM Nitin patel)ની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી જેમાં અનલોક 3(Unlock 3)ના સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યાર પછી ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું.
અનલોક 3ની ગાઇડલાઇનનો લઇ માહિતી આપી
નીતિન પટેલે અનલોક 3ની ગાઇડલાઇન અંગે માહિતી આપતા જણાવ્યું કે, 1 ઓગસ્ટથી રાજ્યમાં ચાલી રહેલા કર્ફ્યૂમાંથી સંપૂર્ણ મુક્તિ અપાઈ છે. સાથે દુકાનો રાતના 8 વાગ્યા સુધી અને હોટલ, રેસ્ટોરન્ટ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 5 ઓગસ્ટથી રાજ્યમાં જીમ, યોગ ક્લાસ ખોલવાની પરમિશન આપવામાં આવી છે. સાથે જ તેમણે જણાવ્યું, રાજ્યમાં અનલોક 3માં નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. નિયમ પાલન ન કરનારા એકમો સામે કાયદેસરના પગલા ભરીને સીલ કરાશે, અને તેમના એકમોના લાયસન્સ પણ રદ કરવા સુધીના કડક પગલાં લેવાશે.
બજેટમાં કાપ મુકાયો
નીતિન પટેલે કોરોના કાળમાં રાજ્યના બજેટમાં કાપ મૂક્યો હોવાને લઇ તેમણે કહ્યું, ચાલું વર્ષે GST, પેટ્રોલ – ડીઝલની આવક બંધ હતી. જેના કારણે નાણાં વિભાગે કાપ મૂકવા નિર્ણય કર્યો છે. આવનાર બજેટમાં જે તે વિભાગમાં કાપ માટે નિર્ણય કર્યો છે. મંજુર કરેલ બજેટમાં કોરાનાની સ્થિતિને ધ્યાને રાખી બજેટ કાપ મુકવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું, 5 ઓગસ્ટે પીએમ મોદીના હસ્તે ભૂમિ પુજન થશે. મંદિરના મોડલમાં કરાયો છે. તેના માટે ટ્રસ્ટ બનાવી તેના દ્વારા બધી કામગીરી કરાય છે. લાંબા સમયથી કોર્ટમાં કેસ ચાલતો હતો. જેનો સુખદ અંત આવ્યો છે.
આ પણ વાંચો : પીએમ મોદીની પાકિસ્તાની બહેન, જેઓ છેલ્લા 25 વર્ષથી બાંધે છે તેમને રાખડી
