કોરોનાની મહામારીને લીધે ભક્તો ભગવાનના દર્શન કરવા માટે પણ જઈ શકતા નથી તેવમાં આજથી શ્રાવણ મહિનાની શરાત થઈ રહી છે અને શિવજીના સોમવારથી જ પવિત્ર મહિનાની શરૂઆત થઈ રહી છે, પરંતુ દરવર્ષે ભક્તોની ભીડથી ભરાયેલા મંદિરો આ વખતે ખાલી જોવા મળી રહ્યા છે. 12 જ્યોતિર્લિંગમાનું એક એવા કાશી વિશ્વનાથી મંદિરમાં પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો છે.

કાશી વિશ્વનાથ માટે કહેવામાં આવે છે કે કાશી શિવજીના ત્રિશુલ પર ટકેલું છે. કોરોનાને લીધે ભગવાન અને ભક્તો વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળી રહ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં જવાની કોઈને પરમિશન આપવામાં આવી નથી. જળાભિષેક પણ કોઈને કરવા દેવામાં નહીં આવે અને મંદિરને દર 6 કલાકે સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે.

પહેલા શ્રાવણની શરૂઆતમાં વિવિધ જગ્યાઓએ કાવડીઓના કેમ્પ લાગતા હતા અને કાશી કેસરિયા રંગમાં રંગાયેલું જોવા આ વર્ષે મંદિરમાં ભક્તોની ભીડને બદલે સુરક્ષાકર્મીઓ વધારે નજરે આવે છે.
સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મોકલવામાં આવશે
આ વર્ષે રૂદ્રાભિષેક ઓનલાઈન થશે અને પ્રસાદ ભક્તોને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. પ્રસાદની કિંમત 251 રૂપિયા રાખવામાં આવી છે. મંદિરના રૂદ્રાભિષેક અને આરતીની કિંમતમાં પણ 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ભક્તો ઘરબેઠા ઓનલાઈન શિવજીના દર્શન રોજ કરી શકશે તેવી સુવિધા કરવામાં આવી છે.

મંદિરના ગર્ભગૃહની બહારના ચારેય દરવાજા ઉપર બહારથી જ અર્ઘની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ત્યાંથી જ બાબાનો અભિષેક કરી શકશે અને આ જળ સીધું બાબા સુધી પહોંચશે. ગોપસેવા સમિતિના અધ્યક્ષનું કહેવું છે કે, દર વર્ષે એક લાખ જેટલા યાદવ ભાઈઓ મંદિરમાં જળાભિષેક માટે આવતા હતા પરંતુ પહેલી વખત એવું થયું છે કે માત્ર પાંચ જ લોકો જળાભિષેક કરશે. અમે બાબા કાશી વિશ્વનાથને પ્રાર્થના કરશું કે ભારતને જલદીથી કોરોનાથી મુક્તિ અપાવે.
