તમિલનાડુના કોઇમ્બતુરમા ટ્રાફિક પોલીસના વર્દી પર લગાવી શકાય એવા કેમેરા આપવામાં આવ્યા. જેથી ટ્રાફિક નિયમ તોડવા પાછળના વીડિયો ફૂટેજ સ્થળ પર જ રેકોર્ડ કરી તપાસીને સીધાં પગલા ભરવા માટે દંડ લગાવી શકાશે.

પોલીસને આ કેમેરા માર્ગ અકસ્માતની રોકવા માટે કામ કરનાર NGO ‘ઉઈર’ દ્વારા આપવામાં આવ્યા છે. શહેરના પોલીસ કમિશનર સુમિત શરણએ આ કેમેરા NGO ‘ઉઈર’ થી લઈને તેમના ઓફિસમાં લગાવ્યો. હાલમા 70 જેટલા કેમેરા પોલીસકર્મીઓને આપવામાં આવ્યા છે. તેમાથી 20 ડિવાઇસમા ઈન્ટરનેટ કનેકશન માટે સિમ કાર્ડ લગાવવામાં આવ્યા છે.

જેના કારણે કેટલાક પોલીસકર્મીઓના કેમેરાથી સતત કંટ્રોલ રૂમમાં ફૂટેજ મોકલાતી રહેશે. એક કેમેરો લગભગ આઠ કલાક સુધી સતત ટેલિકાસ્ટ કરી શકશે. આ કેમેરાને માર્ગ પર થતા જાહેર પ્રદર્શન અને સાર્વજનિક કામ માટે પણ ઉપયોગ કરી શકાશે. તેના ફૂટેજ ઓનલાઇન પણ ઉપલબ્ધ રેહશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.