કેન્દ્ર સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી દેશના તમામ ટોલનાકા પર ફાસ્ટ ટેગ ફરજીયાત કરી દીધા છે. હવે ટોલનાકા પર ફાસ્ટ ટેગ દ્વારા ટેક્સ વસુલવામાં આવશે. જો તમે ફાસ્ટ ટેગ નથી લગાવ્યું અને ફાસ્ટ ટેગ વાળી લાઈન માંથી પસાર થાવ તો તમારે ડબલ ચાર્જ ચૂકવવો પડશે। સરકારે 1 ડિસેમ્બર સુધી ફાસ્ટ ટેગ ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી. અને જો કોઈ ટોલ પર સ્કેનિંગ મશીનમાં ખરાબી આવી જાય તો તે ડ્રાઇવરે ટેક્સના પૈસા ન ચૂકવવા પડે તે ફ્રી માં ટોલ પર થી પસાર થઇ શકે છે.
આ એક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ છે જે વાહનના વિન્ડશિલ્ડ પર લગાવવામાં આવે છે જેથી ગાડી જ્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થાય તો ત્યાં રહેલા સેન્સર ફાસ્ટેગને વાંચી કરી શકે. ત્યાં લગાવવામાં આવેલ ડિવાઈસ ઓટોમેટિક રીતે ટોલ ટેક્સ વસૂલ કરશે. આ ફાસ્ટાગની માન્યતા 5 વર્ષની છે. સમય મર્યાદા પછી ફાસ્ટેગને નેટબેકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, યૂપીઆઈ અને અન્ય રીતે પણ રિચાર્જ કરી શકાય છે.
આ પણ વાંચો : જેણે હજુ સુધી FASTag લગાવ્યા નથી તેમના માટે ખુશીના સમાચાર
ફાસ્ટ ટેગ મેળવવા માટે તમારે ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ગાડીના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો,ગાડી માલિકના કેવાઈસી ડોક્યુમેન્ટ, જેમ કે, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ. આ તમામ દસ્તાવેજોની ઓરિજનલ કોપી સાથે રાખવી જરૂરી છે.
