પશ્ચિમ બંગાળ અને ઓડિશાના નીચાણવાળા વિસ્તારમાં થોડા દિવસ પહેલા બુલબુલ વાવાઝોડા એ તબાહી મચાવી હતી. આ દરમિયાન બાંગ્લાદેશમાં લગભગ 7 લોકો એ જીવ ગુમાવ્યો હતો. આ પહેલા આ જ વર્ષે એપ્રિલ-મેં માં ઓડિશામાં ફેની વાવાઝોડું આવ્યું હતું. જો કે, પૂર્વાનુમાનના આધાર પર પ્રશાસક દ્વારા તૈયારીના કારણે વાવાઝોડાથી થનારા નુકસાન ગણા હદ સુધી કામ કરવામાં સફળતા મળી હતી.

હવામાન વિભાગની માને તો અરબ સાગર અને બંગાળાની ખાડીમાં ઉભા થનારા વાવાઝોડાની ઘટના સતત વધતી દેખાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાછલા એક દશકમાં દેશમાં વાવાઝોડાની ઘટનાઓમાં 11% વધારો જોવા મળ્યો છે. એમાં ગયા 5 વર્ષમાં સૌથી વૃદ્ધિ જોવા મળી.
ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અરબ સાગર અને બંગાળાની ખાડીમાં વાવાઝોડાની ઘટનામાં 32% વધારાની નોંધ થઇ છે. જે જોખમની ઘંટેડી કહી શકાય છે.

જાણો ભારતમાં શા માટે આવી રહ્યા છે વાવાઝોડા
મોસમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વર્ષ 2018 અને વર્ષ 2019 માં દેશમાં 7-7 વાવાઝોડા આવ્યા। આ પહેલા વર્ષ 1985 માં આટલી માત્રામાં તુફાન ઘટના જોવા મળી હતી. ત્યાં, ગંભીર તીવ્રતા વાળા વાવાઝોડાની વાત કરે તો 2018 અને 2019માં કુલ 6-6 ભયંકર ચક્રવાતી વાવાઝોડા આવ્યા.
આ પહેલા એક વર્ષમાં 7 ભયંકર વાવાઝોડા 1976માં જોવા મળ્યા હતા. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર પહેલા એક દશકમાં ભારતમાં દર વર્ષે એવરેજ 4 વાવાઝોડા આવ્યા. ત્યાં, છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો દર વર્ષે દેશમાં એવરેજ 5 વાવાઝોડા આવ્યા હતા.
ગ્લોબલ વોર્મિંગના દુષ્પરિણામોની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં વાવાઝોડાની સંખ્યા અને એની ભયાનકતા બંને વધી છે. એના કારણે ગણું જાન-માલનું નુકસાન ભોગવવા પડ્યું હતું. એ જ વર્ષમાં દેશમાં પાબુક, ફેની, વાયુ, અને બુલબુલ જેવા વાવાઝોડાએ વિનાશ વેર્યો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં વાવઝોડાની સંખ્યામાં એવો વધારો ગ્લોબલ વોર્મિંગના ઘાતક દુષ્પરિણામો તરફ નિશાનો કરે છે.

શા માટે છે આ બદલાવ
ભારતમાં પશ્ચિમી કિનારા પર પૂર્વ કિનારાની તુલનામાં ઘણા ઓછા ચક્રવાત થાય છે. અહીં સુધી કે બંગાળાની ખાડી તરફ આરબ સાગરની તુલમાં ચાર ગણા વધારે ચક્રવાત થાય છે, ત્યાંજ, અરબ સાગર પર બનવા વાળા માત્ર 25 ટકા ચક્રવાત જ કિનારા તરફ આવે છે, જયારે બંગાળાની ખાદી પર બનનારા 58% વાવઝોડા કિનારા તરફ આવે છે.
છેલ્લા કેટલાક દસકોમાં પશ્ચિમમી કિનારા પર આવનારા ચક્રવાતો માંથી થોડા જ વધુ તીવ્રતા વાળા કેટેગરીમાં આવે છે. છેલ્લા મહિનામાં જાહેર યુનાઇટેડ નેશન ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ અને સમુદ્ર માં વધતા તાપમાન ના કારણે અરબ સાગરમાં હજુ પણ ચક્રવાત આવી શકે છે.
