24 જાન્યુઆરી એટલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીરતા પુરસ્કાર મેળવેલ બાળકોને સંબોધિત કરવા પહોંચ્યા હતા. જીવનના મંત્ર આપવાની વાત થઇ રહી હતી. વડાપ્રધાન મોદી એક કિસ્સો સંભળાવવામાં લાગ્યા। પીએમ એ કહ્યું એક વખત એક શખ્સે મને પૂછ્યું હતું, તમારા ચહેરા પર આટલો તેજ શા માટે રહે છે?

પીએમ મોદીએ કહ્યું મેં એને જવાબ આપતા કહ્યું હું દિવસ ભર ઘણી મહેનત કરું છું અને શરીરમાંથી નીકળતા પરસેવાથી ચહેરાની માલિશ કરૂ છું, તેથી મારો ચહેરો ચમકે છે.
તાઈવાનના મશરૂમથી ખીલે છે વડાપ્રધાનનો ચહેરો

એક સમયે અલ્પેશ ઠાકોરે નિવેદન માં દાવો કર્યો હતો કે વડાપ્રધાન રોજ ચાર લાખના મશરૂમ ખાય છે જેમના કારણે તેમના ગાલ લાલ ચટ્ટાક થઈ ગયા છે. આ નિવેદન સામે આવ્યા બાદ તાઈવાનની યુવતીનો એક વીડિયો પણ દિલ્હી ભાજપના નેતા તેજીંદર પાલ સિંહ બગ્ગાએ વાઈરલ કર્યો હતો કે આ અશક્ય છે કે તાઈવાનના આટલા મોંઘા મશરૂમ ખાઈ કોઈ ગોરો થઈ જાય.
મોદીએ વધુમાં કહ્યું, તમે ઘણી નાની ઉંમરે જે કામ કર્યુ છે તે કરવું તો ઠીક, પરંતુ તેના વિશે વિચારવામાં પણ મોટા-મોટા લોકોનો પરસેવો છૂટી જાય છે. તેમણે કહ્યું, જયારે હું યુવા સાથીઓના સાહસિક કાર્યો વિશે સાંભળું છું તો મને પ્રેરણા મળે છે. તમારા જેવા બાળકોની અંદર છુપાયેલી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે આ જ રાષ્ટ્રીય પુરસ્કારોનો અવકાશ વધારવામાં આવ્યો છે.
