રાજયમાં તા. 28મી સપ્ટેમ્બર થી 6 ઓક્ટોબર દરમિયાન HSC (સામાન્ય પ્રવાહ) પુરક પરીક્ષા-2020ની પરીક્ષાઓ ચાલી રહી છે. સુરત શહેરના 21 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જણવાઈ રહે તેવા આશયથી પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. જાહેરનામા નો ભંગ કરવા પર શિક્ષાપત્ર સજા થશે
100 મીટરની ત્રીજ્યા અંદર પ્રતિબંધો

- પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક પહેરવું ફરજીયાત
- ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ
- ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન બંધ રાખવા, વાહનો સાથે ઉભા રહેવું નહી
- પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા /લાવવા લઈ જવા પર પ્રતિબંધ
આ પણ વાંચો : લુઝ સિગરેટ-બીડીના વેચાણ પર આ રાજ્યએ મુક્યો પ્રતિબંધ
