તમને કોઈ કહે કે લગ્નમાં તમે જે રકમનો ચાંદલો આપશો એ પ્રમાણે તમને ભોજન મળશે. જેટલી ભેટ મોંઘી એટલું સારું ભોજન મળશે તો તમે શું કહેશો ? અને આ સૂચના તમને લગ્નની કંકોત્રીમાં જ આપી દેવામાં આવે તો. વિશ્વાસ નહિ થાય પરંતુ ખરેખર એ પ્રકારનો એક કાર્ડ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ કાર્ડમાં જેમ મોંઘી ભેટ આપી હોય તેમ સારૂ જમવાનું મળશે તેવી સુચના આપી છે. તેમજ કન્યાપક્ષની કંકોત્રીમાં પોતાને મનગમતી મીઠાઇઓના હેમ્પર જેવી ભેટ માટે પણ કહેવાયું છે.

સોશ્યલ નેટવર્કીંગ સાઇટ રેડિટની વેડીંગ શેઇમિગ કમ્યુનિટીએ આ પ્રકારની કંકોત્રી અપલોડ કરી છે. આ કંકોત્રીમાં ચાર કેટેગરી આપવામાં આવી છે. લવિંગ ગીફટ, સિલ્વર ગીફટ, ગોલ્ડન ગીફટ અને પ્લેટીનમ ગીફટ જે અંગે કંકોત્રીમાં સૂચનાઓ આપવામાં આવી છે.
લવિંગ ગીફટ
250 ડોલર (અંદાજે 18400 રૂપિયા)નો ચાંદલો કરનારને રોસ્ટેડ ચિકન અને સ્વોર્ડ ફિશનું જમણ
સિલ્વર ગિફટ
251 ડોલર (અંદાજે 18500 રૂપિયા)થી 500 ડોલર (અંદાજે 36800)નો ચાંદલો કે ગીફટ આપનારને ઉપરોકત વાનગીઓ સાથે સ્લાઇસ્ડ સ્ટીક અને પોચ્ડ સાલ્મન આપવામાં આવશે
ગોલ્ડન ગિફટ
501 ડોલર (અંદાજે 36900)થી 1000 ડોલર (અંદાજે 73300 રૂપિયા)નો ચાંદલો કે ગીફટ આપનારને પસંદગીના વ્યાપક વિકલ્પોમાં ફિલેટ મિગ્નોન અને લોબ્સ્ટર ટેઇલ્સનું જમણ લઇ શકશે
પ્લેટીનમ ગીફટ
1001 ડોલર (અંદાજે 72,300 રૂપિયા)થી 2500 ડોલર (અંદાજે 1.84 લાખ રૂપિયા)નો ચાંદલો કે ગીફટ આપનારને ઉપરોકત વિકલ્પ સહીત એકઝોટિક કરચલાની વરાઇટીઝ સાથે સેમ્પેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સુરતમાં એક દિવસમાં નોંધાયા કોરોનાના નવા 275 પોઝિટિવ કેસ, જાણો કયા વિસ્તારમાં કેટલા ?
