ગૂગલ સમયાંતરે પોતાના યુઝર માટે નવા નવા ફીચર લાવતું રહે છે. જેમાં, ગૂગલે ભારતીય યુઝર માટે ખાસ ‘પીપલ કાર્ડ’ (people cards) ફીચર શરૂ કરી છે. આ ફીચરમાં યુઝરને ગૂગલ સર્ચમાં વર્ચુઅલ વિઝિટિંગ કાર્ડ્ બનાવી શકે છે. જેમાં યુઝર તેમની વેબસાઇટ, સોશિયલ મીડિયા હેન્ડલ અને અન્ય માહિતી શેર કરી શકશે.

ગૂગલ એકાઉન્ટ હોવું જરૂરી
આ ફીચર Google દ્વારા નોલેજ ગ્રાફનો ઉપયોગ કરીને યુઝર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રદર્શિત કરે છે. આ ફિચરનો લાભ લેવા માટે યુઝરે મોબાઇલ નંબર આપવો પડશે. તેમજ people cards બનાવવા માટે ગૂગલ એકાઉન્ટ હોવું આવશ્યક છે. આ ફીચર હાલમાં માત્ર મોબાઇલ યુઝર માટે જ છે. માટે ફિચરનો ઉપયોગ કરવા માટે તમારા મોબાઇલ ફોનથી Google એકાઉન્ટમાં લોગ ઇન કરવું પડશે. તે ઉપરાંત આ ફીચર હાલમાં ફક્ત અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે.

આ અંગે ગૂગલે કહ્યું છે કે, આ ફીચર દ્વારા તે લોકોને યોગ્ય માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ફીચર ખોટા વપરાશકર્તા, ભાષા અને નીચી-ગુણવત્તાવાળી સામગ્રીને ઓળખવામાં મદદ કરશે. તેમજ આ ફિચરનો ઉપયોગ કરીને કંપની હ્યુમન રિવ્યુ અને ઓટોમેટેડ ટેકનોલોજી દ્વારા ગૂગલની નીતિનું ઉલ્લંઘન કરતી સામગ્રી પર પણ નિયંત્રણ લાવશે. પીપલ કાર્ડના દુરૂપયોગને રોકવા માટે કંપનીએ એક એકાઉન્ટ માટે માત્ર એક જ પીપલ કાર્ડ બનાવવાની સુવિધા આપી છે.
આ પણ વાંચો : રશિયાએ લોન્ચ કરી દુનિયાની પહેલી કોરોની વેક્સીન, કોને-ક્યારે મળશે ? જાણો વેક્સીન અંગે તમામ સવાલના જવાબ
આ રીતે બનાવી શકાશે પીપલ કાર્ડ
- સૌપ્રથમ ફોનમાં Google એકાઉન્ટ સાઇન ઇન કરો
- ત્યારબાદ ગુગલ સર્ચ ખોલો
- તેમાં ‘ગૂગલ સર્ચમાં પોતાને ઉમેરવા’ નો વિકલ્પ મળશે
- આ વિકલ્પ પસંદ કર્યા બાદ ગૂગલ તમારો ફોન નંબર માટે પૂછશે.
- મોબાઈલ નંબર પર કોડે આવશે તે દર્જ કરો
- ત્યારબાદ ગૂગલ તમને એક ફોર્મ આપશે
- જેમાં તમારે સાર્વજનિક પ્રોફાઇલ બનાવવા માટે જરૂરી માહિતી પ્રદાન કરવી પડશે. અહીં તમને તમારા કાર્ય ઉપરાંત અભ્યાસની પણ વિગતો દાખલ કરવાની સુવિધા મળે છે
