શાળાના બાળકોને સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે ફુડ રેગ્યુલેટર FSSAI(Food Safety and Standards Authority of India)એ નવા નિયમો બનાવ્યા છે. FSSAIના નવા નિયમો મુજબ, આવનારા સત્રમાં દેશની કોઈ પણ શાળાઓમાં જંકફૂડ(Junk Food) નહિ મળે. સાથે જ શાળાની કેન્ટીનો(School canteen)એ લાઇસન્સ લેવાનું રહેશે. રાજ્યોએ એક એડવાઈઝરી કમિટી બનાવવાની રહેશે જે ખાનપાન ઉપર નજર રાખશે.
કેમ્પસના 50 મીટરમાં જંકફૂડ નહિ વેચી શકાય

મિડ ડે મીલમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે શાળાઓમાં મિડ ડે મીલ કે કેંટીનમાં ભોજન આપનારાઓએ પણ FBOs(Food Business Operators)ના રૂપમાં રજીસ્ટર કરાવવાનું રહેશે, અને લાઇસન્સ કરાવવાનું રહેશે. તેમજ સફાઈ અને હાઈઝીનના નિયમોનું પાલન કરવાનું રહેશે. કેમ્પસના 50 મીટરમાં જંકફુડના વેંચાણ ઉપર પ્રતિબંધ મુકાશે સાથે આટલા વિસ્તારમાં જાહેરાતો પણ ન કરી શકાય. સુરક્ષિત ભોજન અને સંતુલિત આહારને પ્રોત્સાહન આપવા સ્કુલ કેમ્પસની ઈટ રાઈટ કેમ્પસમાં બદલવામાં આવશે.
સ્કુલોમાં હેલ્થ અને વેલનેસ એમ્બેસેડર બનાવાશે

રાષ્ટ્રીય પોષણ સંસ્થાનએ જાહેર કરેલ દિશા-નિર્દેશો અનુસાર સુરક્ષિત અને સંતુલિત આહાર માટે પ્રોત્સાહન અપાશે. બાળકોના મૈનુની તૈયારીમાં સ્કુલ પ્રાધિકરણ આહાર વિશેષજ્ઞોની સહાયતા લઈ શકે છે. જે સુનિશ્ચિત કરશે કે પરિસરમાં તૈયાર ભોજનની આપૂર્તિ કરનારા એફબીઓ, ખાદ્ય સુરક્ષાના નિયમો અનુસાર કામ કરી રહી છે. સ્કુલોમાં હેલ્થ અને વેલનેસ એમ્બેસેડર બનાવવામાં આવશે. નગર નિગમ, સ્થાનિક પંચાયત જેવી સંસ્થાઓ અને રાજ્ય ખાદ્ય પ્રાધિકરણ આ નિયમોનું અનુપાલન સુનિશ્ચિત કરશે. રાજ્ય સ્તરીય સલાહકાર સમિતી નિયમોમાં કાર્યાન્વનની નજરમાં રહેશે.
આ પણ વાંચો : 70 % કોરોના સંક્રમણને મહાત આપતા 75 વર્ષના વસંતભાઈ
