ફેસબુકને આધાર સાથે લિંક કરવાની વાત બે દિવસથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે ત્યારે શું ખરેખર સુપ્રીમ કોર્ટે ફેસબુકને આધાર સાથે લિંક કરવાની વાત કહી છે? ત્યારે જાણીએ શું છે આ વાતની હકીકત.
યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ જણાવ્યું કે સોશિયલ મીડિયા સાથે આધાર લિંક કરાવા માટે સરકારને નવો કાયદો બનાવો પડશે.
મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) ના જવાબમાં UIDAI એ જણાવ્યું આધાર એક્ટનો ઉપયોગ ફક્ત સરકારી સ્કીમ અને સબસિડીના ડોક્યુમેન્ટની ઓળખ માટે જ થઇ શકે છે. ત્યાર પછી જો આધારને સોશિયલ મીડિયા સાથે લિંક કરાવું હોય તો નવો કાયદો આના માટે લાવવો પડશે.
સરકારના આવા વિચાર પાછળ સોશિયલ મીડિયાના દુરુપયોગની વાત સામે આવી છે. મદ્રાસ, બોમ્બે અને માધ્ય પ્રદેશના કેસ હાઈ કોર્ટમાં પેન્ડિંગ છે. સોશિયલ મીડિયા કંપનીએ આ પબ્લિક ઇન્ટરસ્ટ લીટીગેશન (PIL) ને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરી છે.

જયારે યુઆઈડીઆઈએના અધિકારીને પૂછવામાં આવ્યું ટેક્નિકલી આધારને સોશિયલ મીડિયા અકાઉન્ટ સાથે લિંક કરવું સંભવ છે? ત્યારે એમને જણાવ્યું એ ઇમ્પ્લિમેન્ટેશન એજેન્સી પર નિર્ભર કરે છે.
સરકારી અધિકારીના અનુસાર આધારને સોશિયલ મીડિયા સાથે લિંક કરવું સંભવ નથી, અને આવું કરવાનું કોઈ ઉદેશ્ય નથી.
ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું સોશિયલ મીડિયા અકાઉન્ટ્ આધાર સાથે લિંક નહીં થઇ શકે, આ 12 અંકનો યુનિક ઓળખ નંબર લોકોની પ્રાઇવેસીને જાળવી રાખે છે માટે તેનો દુરુપયોગ ન થવો જોઈએ.
