સુરતના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક નોટિસ ફટકારવાનો દોર શરૂ થતાં હવે કાળા બજારી પણ શરૂ થઇ છે. ગુજરાતમાં વિવિધ સંસ્થાના સંચાલકો ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા માટે પડાપડી કરી રહ્યાં છે. તો બીજી તરફ ફાયર સેફ્ટીના સાધનોનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટર્સ બમણા ભાવે સાધનોનું વેચાણ કરી રહ્યાં છે. એટલું જ નહીં ડુપ્લિકેટ સાધનોનું વેચાણ વધી રહ્યું છે.
માનપાના કડક આદેશ બાદ સંચાલકો હાલ ફાયર સેફ્ટીના સાધનો ખરીદી રહ્યાં છે. તેનો ડિસ્ટ્રીબ્યુટર્સ પણ ફાયદો ઉઠાવી રહ્યાં છે. ફાયર સેફ્ટીના સાધનોમાં અન્ય લોકો ફાયર સેફ્ટીના સાધનોનું બમણાં ભાવમાં વેચાણ કરી રહ્યાં છે.
આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યએ ગુજરાતીમાં નહીં પણ આ ભાષામાં શપથ ગ્રહણ કરતાં સૌ કોઈને નવાઈ લાગી
સામાન્ય રીતે જે એક ઈક્વિપમેન્ટનો ભાવ 1500 હોય તો સંચાલકોને તંત્ર અને સરકારનો ડર બતાવી તેને ડબલ એટલે કે રૂ. 3000માં વેચી રહ્યાં છે. તેમજ કેટલાંક ડુપ્લિકેટ સાધનોનું પણ ચલણ વધી રહ્યું છે. જે યોગ્ય રીતે કામ કરતાં ન હોય તેવા સાધનો હોય છે.
આ તરફ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે,ગુજરાતના મુખ્ય શહેરોમાં બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા પુરતી નથી. અને જે ચાલું છે તેમાંથી કેટલાક કામ નથી કરતા.
તો સરકાર, મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડના કડક આદેશથી સંચાલકો ફાયર સેફ્ટીના નવા સાધનો ખરીદી રહ્યા છે. જેમાં એક્સટિંગ્વિશર, હોર્સપાઈપ, મીટર, વાલ્વ, હેવી ડેનસીટી સહિતના સાધનોની ડિમાન્ડ સૌધી વધુ છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.