યુક્રેનમાં જે હાલ જે સ્થિતિ સર્જાઈ છે. તેને જોતાં હવે ગૂગલ યુક્રેનની મદદે આવ્યું છે. જેમા તેણે ગૂગલ મેપ્સ ટૂલ્સને અસ્થાયી રૂપે ડિસેબલ કરી દીધું છે. આ ટૂલ્સથી લાઈન ટ્રાફિકની સ્થિતિ અને વિવિધ સ્થળોએ કેટલી ભીડ થઈ રહી છે. તે જાણવામાં મદદ મળતી હતી. આ મામલે ગતરોજ ગૂગલ દ્વારા જ જાણકારી આપવામાં આવી હતી.
કંપનીએ આ મામલે જાણકારી આપતા કહ્યું કે યુક્રેનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાંમાં આવ્યો છે, કારણકે યુક્રેન રશિયાની સેના દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આપમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેન પર જે હુમલો કર્યો છે તેને લઈને વિશ્વના ઘણા બાધા દેશોએ રશિયા સામે અલગ અલગ પ્રતિબંધ લગાવ્યા છે.

ગૂગલ સહિત મોટી ટેક કંપનીઓ કહ્યું કે યુક્રેનમા તેમના યુઝર્સની સુરક્ષા માટે પણ નવા ઉપાયો કરવામાં આવી રહ્યા છે. જોકે આ યુદ્ધમાં બંન્નેને ભારે નુકશાન થયું છે. યુક્રેન દ્વારા તેમના સૈનિકોની મોતની પુષ્ટીઓ જાહેર કરવામાં આી રહી છે. પરંતુ આ મામલે રશિયા હજુ પણ મૌન સેવીને બેઠું છે. મોસ્કોએ પહેલી વાર માન્યું કે યુક્રેન સામેના યુદ્ધમાં તેમના સૈનિકોના પણ મોત થયા છે. પરંતુ સંખ્યા તેમણે નથી જણાવી.
રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોવે કહ્યું કે અમારા ઘણા સૈનિકોના મોત થયા છે, અમુક સૈનિકો ઘાયલ થયા છે. જોકે મૃતક અને ઘાયલોની સંખ્યાનો હજુ ખુલાસો કરવામાં નથી આવ્યો. જોકે મેજર જનરલ કોનાશેન્કોવે આ વાત પર ભાર આપ્યો છે કે યુક્રેનના સૈનિકોને કારણે રશિયાને ઘણું નુકશાન થયું છે.