ભારતીય અવકાશ સંસ્થાન ISRO એ બુધવારે વહેલી સવારે 5:30 કલાકે આંધ્રપ્રેદશના શ્રીહરિકોટાથી રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે, RISAT-2Bને સફળતા પૂર્વક લોન્ચ કર્યો છે. PSLV-46 દ્વારા આ સેટેલાઇટના લોન્ચ થવાથી ભારતીય ગુપ્તચર ક્ષમતાઓ વધુ મજબૂત થશે.
ISRO ના 615 કિલોગ્રામનો આ સેટેલાઇટ આકાશમાં ભારતની ઇન્ટેલિજન્સ ક્ષમતાઓને બમણી કરવામાં અસરકારક સાબિત થશે. RISAT-2B સેટેલાઇટનો ઉપયોગ કોઇ પણ પ્રકારની ઋતુમાં સમાધાન પ્રવૃત્તિઓ, વ્યૂહાત્મક સુપરવાઇઝર અને આપત્તિ વ્યવસ્થાપનમાં સરળતાથી કરવામાં આવી શકે છે.
RISAT-2B સેટેલાઇટની સાથે ISROએ આકાશગંગામાં સિંથેટિક અપર્ચર રડાર (સાર) ઇમેજર મોકલ્યો છે. આ સારથી RISAT-2B સેટેલાઇટનું સંચાર સેવાઓ સતત ચાલુ રહેશે અને તે વૈજ્ઞાનિકોને ભારતને ગુપ્ત જાણકારી ઉપલ્બ્ધ કરાવવામાં સક્ષમ થશે.
આ સેટેલાઇટની સૌથી મોટી ખાસિયત તે માનવામાં આવે છે તે આ કુદરતી આપત્તિઓમાં મદદ કરશે. આ સેટેલાઇટ દ્વારા અંતરિક્ષથી જમીન પર 3 ફૂટ ઉંચાઇ સુધીની ઉમ્દા તસવીરો પણ લઇ શકાય છે. જણાવી દઇએ કે, 26/11 મુંબઇ હુમલા બાદ આ સીરીઝની સેટેલાઇટને બોર્ડરની દેખરેખ અને ઘૂસણખોરી રોકવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો.
આતંકી ઘૂસણખોરી રોકવાની સાથે સાથે આ સેટેલાઇટ દેશના નાગરિકોની સુરક્ષાના હિતમાં ઘણો સહાયક બનશે. ખાસ વાત એ છેકે આ સેટેલાઇટની નોંધ સમગ્ર વિશ્વ દ્વારા લેવામાં આવી રહી છે, જેના માટે ભારતે ઇઝરાયલની મદદ પણ લીધી હતી.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.