ભારતની સૌથી શક્તિશાળી ચંદ્રયાન-2 આજે બપોરે 2:43 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું. જેના પ્રક્ષેપણની 16 મિનિટ પછી રોકેટની સ્પીડ અને સ્થિતિ સામાન્ય છે. આ પહેલાં ઈસરોએ શનિવારે ચંદ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પૂર્ણ કર્યું હતું.
અગાઉ ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જુલાઈની રાત્રે 2:51 થવાનું હતું જે ટેકનિકલ ખરાબીને કારણે રદ કરાયું હતું. ઈસરોએ એક અઠવાડીયાની અંદર તમામ ટેકનિકલ ખામીઓને ઠીક કરી દીધી છે. જેને આજે સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.

ભારતના મિશન ચંદ્રયાન-2માં રોબોટિક રોવરને ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવશે. GSLV MK-3 રોકેટથી ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 48 દિવસની યાત્રા બાદ 6 સપ્ટેમ્બરે પહોંચશે.
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોને અભૂતપૂર્વ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. આ લોન્ચિંગને લઇને દેશવિદેશમાં ભારે ઉત્સુકતાનો માહોલ છે. જેને ભારતે આખરે સફળતા પ્રાપ્ત કરી છે.

ચંદ્રની ધરતી પર પહોંચનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બનશે. જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત સમગ્ર વિશ્વનો પહેલો દેશ બનશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.