હાલ કોરોનાની એન્ટીજન ટેસ્ટ પદ્ધતિમાં નાકમાં સળી નાખી ટેસ્ટ કરાય છે જે કેટલાક લોકોને તકલીફદાયક લાગે છે ત્યારે હવે ભારત અને ઈઝરાયેલ મળીને એક એવી તપાસ કિટ બનાવી છે જેમાં વ્યક્તિએ એક ખાસ પ્રકારની ટયુબમાં ફુંક મારવાની છે અને એક મીનીટમાં રિપોર્ટ મળી જો કે કોરોના છે કે નહીં. આ ટેકનીકને મહામારીના ટેસ્ટમાં ગેમ ચેન્જર માનવામાં આવશે.

બ્રેથ એનેલાઈઝર અને અવાજની તપાસ
ઈઝરાયેલના ભારતના દૂતાવાસ અધિકારી રોન મલ્કાએ જણાવ્યું હતું કે ઈઝરાયેલ ઈચ્છે છે કે ભારત આ રેપીડ ટેસ્ટીંગ કીટના ઉત્પાદનનું હબ બને. ભારત અને ઈઝરાયેલના વૈજ્ઞાનિકોએ મોટી સંખ્યામાં સેમ્પલ એકત્ર કર્યા બાદ ચાર પ્રકારની ટેકનીક પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રેથ એનેલાઈઝર અને અવાજની તપાસથી સંક્રમણની ઓળખ મહત્વની હતી.

ચાર ટેકનીકને અંતિમ પરીક્ષણ માટે પસંદ કરાઈ
આ સિવાય આઈસોથર્મલ ટેસ્ટીંગ ટેકનીકથી લાળમાં વાઈરસની હાજરી તો પોલી એમીનો એસીડન મદદથી વાઈરસના પ્રોટીનને અલગ કરી તેની ઓળખ સંભવ છે. કુલ 10 પ્રકારની ટેકનીક પર પરીક્ષણ બાદ વૈજ્ઞાનિકોએ આ ચાર ટેકનીકને અંતિમ પરીક્ષણ માટે પસંદ કરી છે.
ફુંકથી કોરોના ટેસ્ટની ટેકનીક સૌથી ઝડપી અને સૌથી સસ્તી છે. જો તેમાં સફળતા મળી તો મોટી સંખ્યામાં તેનું ભારતમાં ઉત્પાદન શરૂ થશે.
આ પણ વાંચો : ગુજરત સરકાર બાદ સુરત પાલિકાનું તહેવારોની ઉજવણીને લઇ જાહેરનામું, કર્યા આ સૂચનો
