ભારતમાં કોરોનાના કેસ આજે 16 લાખને પાર પહોંચી ગયા છે. જયારે, ગુજરાતમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા છે. રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1108 કેસ નોંધાતા કુલ આંકડો 63,675 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 805 દર્દીઓ સાજા થયા છે. તેની સાથે કુલ 46,587 દર્દીઓ કોરોના સામે જીતીને સાજા થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 73.16 % નોંધાયો છે.
રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,487 દર્દીઓના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ થયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 37 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાઈ રહયા છે. સુરત બાદ વડોદરા અને રાજકોટમાં કોરોના સંકરામાં વધતું જોવા મળી રહ્યું છે. રાજકોટમાં આજે 94 નવા કેસ નોંધાયા છે. આજે સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ અત્યાર સુધીના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં આજે 72 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : શું સુરત તંત્ર છુપાવી રહ્યું છે કોરોનાથી થતા મોતના આંકડા ? જોવા મળી રહ્યો સરકારી ચોપડે ફરક
