હાલમાં નવા નવા સંશોધન ક્ષેત્રે વૈજ્ઞાનિકો ઘણા આગળ નીકળી ગયા છે. તાજેતરમાં મેડિકલ ક્ષેત્રે વૈજ્ઞાનિકોને અદભુત સફળતા હાથ લાગી છે. હવે આંખની રોશની ગુમાવી ચૂકેલા લોકો ફરીથી જોઈ શકશે. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના શોધકર્તા જેનરિસ બાયોનિક વિઝન સિસ્ટમ નામની એ બાયોનિક આંખના માનવ પરિક્ષણમાં લાગ્યા છે. જે દ્રષ્ટિહીન લોકોને રોશની આપી શકશે. આ સિસ્ટમમાં આધુનિક સેન્સર, ચીપ, કેમેરા અને વાયરલેસ ટ્રાન્સમિટર હશે. આ કુત્રિમ આંખ છેલ્લા 10 વર્ષથી નિર્માણના હેઠળ છે.
કેવી રીતે કરશે કામ ?
- આ સંશોધન સાથે જોડાયેલા ડો.વાંગ યોંગે જણાવ્યું કે, જેનરિસ બાયોનિક વિઝન સિસ્ટમ સામાન્ય હેડફોન જેવી હશે.
- તેનો હાઈ રિઝોલ્યુશન કેમેરો આંખોની સામે આવનારા પ્રત્યેક દૃશ્યને કેદ કરી વિઝન પ્રોસેસર પાસે મોકલશે
- વિઝન પ્રોસેસર સંબંધિત દ્રસ્યોને ઈલેક્ટ્રોનિક ડેટામાં ફેરવીને વાયરલેસ ટ્રાન્સમીટરની મદદથી મગજની અંદર મુકાયેલી કોમ્પ્યુટર ચીપમાં મોકલશે
- કોમ્પ્યુટર ચીપ સૂક્ષ્મ ઈલેક્ટ્રોડન દ્વારા વીજળીના મામૂલી ઝટકા પેદા કરશે જેનાથી મગજનું વિઝન સેન્ટર કહેવાતાં વિઝ્યુઅલ કાર્ટેક્સનો હિસ્સો સક્રિય બને
- આ રીતે આંખ સામે ચાલતા દ્રશ્યને રેટિના સામે લાવી દેશે અને આ બધું જ રિયલ ટાઈમમાં બનશે
જેનરિસ બાયોનિક વિઝન સિસ્ટમથી મોકલવામાં આવનારું સિગ્નલ આંખોની ક્ષતિગ્રસ્ત ઓપ્ટીન નસને પાર કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમ દુનિયાની પહેલી એવી બ્રેન ઈમ્પ્લાન્ટ છે જે દ્રષ્ટિહિનોને આંખની રોશની પછી આપશે. આ સિસ્ટમમાં મગજની અંદર 9 મીમી લાંબી અને એટલી જ પહોળી ત્રણ ચીપ મુકવામાં આવશે. 172 ફોસ્પીન (ગતિ અને ધ્વનિથી ઉત્પન્ન પ્રકાશ)ને મેળવીને રિયલ ટાઇમ દ્રશ્ય જોવા મળશે. આ સંશોધન 10 ઘેંટા ઉપર કરવામાં આવ્યો હતો જે સફળ રહ્યો હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
