હવે WhatsApp કોરોના વાયરસને લઇ ફેલાતી અફવાઓથી બચાવવામાં મદદ કરશે. WhatsApp તમને કોરોના વાયરસને લગતી બધી માહિતી તમારા સુધી પહોંચાડશે. WhatsAppએ WHO, UNICEF, UNDP અને ગ્લોબલ નેટવર્ક ફેક્ટ નેટવર્ક પોઇન્ટર સાથે પાર્ટનરશિપ કરી છે.
WhatsAppના એડવાન્સ્ડ ફીચર્સની જાણકારી અપાશે
એ ઉપરાંત WhatsAppએ 1 મિલિયન ડોલર એટલે લગભગ 7.44 કરોડ રૂપિયા ફેક્ટ ચેકીંગ નેટવર્ક પર ખર્ચ્યા છે. ઉદ્દેશ એ છે કે કોરોના વાયરસને લગતી અફવાઓથી બચી શકાય. તેના માટે 45 દેશોમાં લગભગ 100 સ્થાનિક ઑર્ગેનાઇઝેશનનો કન્સોર્ટિયમ બનાવવામાં આવ્યું છે. લોકોને WhatsAppના એડવાન્સ્ડ ફીચર્સની જાણકારી અપાશે જેથી કોરોના વાયરસ વિશે ફેલાઈ રહેલી ખોટી અફવાઓ રોકી શકાય.

એન્ડ્રોઇડ અને આઇફોનની એપ સાથે ઇન્ટીગ્રેટ નથી
WhatsAppની સાથે ગૂગલ, ફેસબુક, યૂટ્યૂબ અને ટ્વિટરે પણ કોરોના વિશે ખોટી માહિતી ફેલાતી બચાવવા તમામ પ્રયાસ કર્યા છે. જોકે, WhatsApp કોરોના વાયરસ હબ હજુ માત્ર વેબ બ્રાઉઝર દ્વારા જ ઉપલબ્ધ છે. તેને WhatsAppએ એન્ડ્રોઇડ અને આઇફોનની એપ સાથે ઇન્ટીગ્રેટ નથી કર્યું.
આ પણ વાંચો : જો તમે તમારા ચહેરાને વારંવાર સ્પર્શ કરી રહ્યા છો, તો તમને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છો
